આ તારીખો વચ્ચે જૈશ કરી શકે છે ભારતમાં મોટો હુમલો: સુરક્ષા એજન્સીઓનો રિપોર્ટ

PC: moneycontrol.com

ભારતમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહી છે. ગુપ્ત એજન્સીના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ અનંતનાગમાં મોટો હુમલો કરવાનો કારસો રચી રહ્યાં છે. 22થી 25 એપ્રિલ વચ્ચે કોઇ પણ દિવસે આતંકવાદીઓ સુરક્ષાબળોની સાથે સાથે સામાન્ય નાગરિકોને નિશાનો બનાવી શકે છે.

એજન્સીઓ તરફથી આપવામાં આવેલી માહિતીમાં જાણકારી આપવામાં આવી છે કે આ એપ્રિલના પહેલા બે અઠવાડિયામાં જમ્મુ અને કુપવાડામાં પણ હુમલો કરવાનો કારસો રચવામાં આવ્યો હતો પરંતુ સુરક્ષાબળોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ પહેલા 14 એપ્રિલના રોજ પણ શ્રીનગરમાં હુમલાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ જતાં હવે આતંકવાદીઓ વોટિંગના દિવસોમાં હુમલો કરવાની કોશીશમાં લાગ્યાં છે.

જાણકારી પ્રમાણે,પુલવામા હુમલા બાદ આતંકવાદીઓ સતત યોજનાઓ બનાવી રહ્યાં છે કે ભારત પર હુમલો કરી શકાય અને ચૂંટણી દરમિયાન જ માહોલ બગાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. પહેલા તબક્કામાં અહીં શાંતિના વાતાવરણમાં મતો પડ્યા હતા. હવે 18, 23, 29 એપ્રિલ અને 6 મેના રોજ ચૂંટણી યોજાવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp