3 બાળકોના ચક્કરમાં જતી રહી મેયરની ખુરશી! આ નિયમના કારણે ગયું પદ

PC: aajtak.in

બિહારમાં રાખી ગુપ્તા ચર્ચામાં છે. તે છપરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર હતી, પરંતુ 3 બાળકોની માતા હોવાના કારણે તેની ખુરશી જતી રહી. તેણે પોતાની ચૂંટણી એફિડેવિટમાં 2 બાળકોનો જ ઉલ્લેખ કર્યો હતો અને એકને છૂપાવી લીધું હતું. તેની એફિડેવિટને પડકાર આપતા ચૂંટણી પંચમા કેસ દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ બાદ ચૂંટણી પંચે તેને મેયર પદ માટે અયોગ્ય જાહેર કરી દીધી. આવો તો જાણીએ શું છે આખો મામલો અને એ નિયમ જેના કારણે ગઈ રાખી ગુપ્તાની ખુરશી. ડિસેમ્બર 2022માં રાખી ગુપ્તાએ છપરા મ્યુનિસિપલ કોર્પોરેશનથી મેયરની ચૂંટણી જીતી હતી.

આ દરમિયાન તેણે પોતાની ચૂંટણી એફિડેવિટમાં માત્ર 2 બાળકોનો જ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે છપરા રજીસ્ટ્રી ઓફિસથી મળેલા કાગળો મુજબ, તેના 3 બાળકો નીકળ્યા. રાખીએ એફિડેવિટમાં ત્રીજા નંબરના સંતાનનો ઉલ્લેખ ન કર્યો. એવામાં બિહાર નગરપાલિકા અધિનિયમ 2007 મુજબ રાખીને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી. જો કે, રાખીનું કહેવું છે કે તેણે પોતાના ત્રીજા બાળકને એક નિઃસંતાન સંબંધીને લેખિત રૂપે દત્તક આપી દીધું હતું. એવામાં કાયદાકીય રૂપે બે જ બાળકો છે, પરંતુ રાજ્ય ચૂંટણી પંચે નિયમનો સંદર્ભ આપતા રાખીના મેયર પદની સભ્યતા રદ્દ કરી દીધી.

શું છે નિયમ જેના કારણે રાખી ગુપ્તાની ગઈ મેયરની ખુરશી?

બિહાર નગરપાલિકા અધિનિયમ 2007ની કલમ 18 (1) (M) મુજબ, જો કોઈ નાગરિકને 4 એપ્રિલ 2008 બાદ ત્રીજું સંતાન થયું તો નગરપાલિકાની ચૂંટણી નહીં લડી શકે. આ અધિનિયમમાં જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, બે કરતા વધુ સંતાનવાળા લોકો જો બાળક દત્તક આપે છે તો પણ તે એ બાળકના જૈવિક માતા-પિતા જ માનવામાં આવશે. મતલબ બાળકોને દત્તક આપ્યા બાદ પણ તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય જ રહેશે. જો કે, જો એક જ વખતમાં જુડવા કે તેનાથી વધુ બાળકોનો જન્મ થાય છે તો નિયમમાં બદલાવ થશે.

નગરપાલિકા અધિનિયમ 2007ના આ નિયમ હેઠળ છપરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર સુનિતા દેવીએ રાખી ગુપ્તા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. 5 મહિનાની સુનાવણી બાદ ગત ગુરુવારે કેસમાં નિર્ણય આવ્યો અને અંતે રાખીની સભ્યતા જતી રહી. જો કે, નિર્ણય વિરુદ્ધ રાખી હાઇકોર્ટ પહોંચી છે. રાજ્ય ચૂંટણી પંચના તપાસ રિપોર્ટમાં એ વાત સામે આવી કે એફિડેવિટમાં 4 એપ્રિલ 2008 બાદ જન્મેલા પોતાના ત્રીજા બાળકની જાણકારી છુપાવી હતી. તેણે માત્ર 2 જ દીકરીઓ હોવાની જાણકારી આપી હતી.

આ પ્રકારે નગરપાલિકા અધિનિયમ 2007નું ઉલ્લંઘન કર્યું હતું. પોતે છપરા જિલ્લા અધિકારી દ્વારા ચૂંટણી પંચને આ જાણકારી આપવામાં આવી હતી કે રાખી ગુપ્તા અને તેના પતિ વરુણ પ્રકાશે પોતાના ત્રીજા પુત્ર શ્રીશ પ્રકાશ (ઉંમર 6 વર્ષ)ને પોતાના નિઃસંતાન સંબંધીને કાયદાકીય રૂપે દત્તક આપ્યો હતો. એ દત્તકનામમાં બાયોલોજિકલ માતા-પિતાના રૂપમાં રાકી અને વરુણનું નામ લખેલું છે.

ઉલ્લેખનીય છે કે, રાખી ગુપ્તા મોડલ પણ રહી ચૂકી છે. i-glam મિસિસ બિહાર પ્રતિયોગિતા (2021)ની તે રનર્સઅપ રહી છે. રાખીએ MBAનો અભ્યાસ કર્યો છે. તેણે ગયા વર્ષે પહેલી વખત ચૂંટણી લડી અને મોટા અંતરથી જીત હાંસલ કરી. ઇન્સ્ટાગ્રામ પર તેના નામથી બનેલા પેજ પર 70 હજાર કરતા વધુ ફોલોઅર્સ છે. અહીં તેની તમામ તસવીરો ઉપસ્થિત છે. તેના સ્ટાઈલીસ લુકની પણ ખૂબ ચર્ચા થતી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp