મેકપ પછી મમ્મીએ ઓળખી જ ન શક્યો બાળક, લાખ સમજાવવા છતાં રોતો જ રહ્યો

PC: firstuttarpradesh.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જોઇને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. વાત એમ બની હતી કે એક મહિલા મેકઅપ કરાવીને જ્યારે તેના બાળકની સામે આવી ત્યારે બાળક માતાને ઓળખી શક્યો નહોતો અને ધુસ્કે ધ્રુસ્કે રડવા માંડ્યો હતો. બાળકે રડતાં રડતાં કહ્યું કે,મારી માતાને બોલાવો. સોશિયલ મીડિયા પર લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, આની મમ્મીનું જલ્દી મોંઢું ધોવડાવો.  આ મહિલા ક્યાંની છે? તે વિશેની જાણકારી સામે આવી નથી.

મેકઅપ વ્યક્તિને સુંદર બનાવે છે. પછી ભલે  સ્ત્રી હોય કે પુરુષ.મેકઅપ દરેકની સુંદરતામાં વધારો કરે છે! જો કે મેકઅપની દુનિયામાં મુખ્ય માર્કેટ મહિલાઓ છે. તેઓ લગ્નથી લઈને રોજિંદા જીવનમાં મેકઅપનો ઉપયોગ કરે છે. તેમાં પણ કોઈ સ્પેશિયલ ફંક્શન હોય ત્યારે સ્ત્રીઓ એવો મેકઅપ કરે છે કે જોનારા પણ મૂંઝાઈ જાય છે કે આ એ જ સ્ત્રી છે કે પછી બીજી કોઇ.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બાળકની માતા મેકઅપ કરાવ્યા પછી જ્યારે બાળકની સામે આવે છે તો બાળક માતાને ઓળખી શકતો નથી અને પોક મૂકીને રડવા માંડે છે. આ વીડિયોની શરૂઆત થાય છે એક મહિલાથી. જે સોફા પર બેઠેલા બાળકને કહી રહી છે કે હું તારી મમ્મી છું. બાળક રડવા માંડે છે અને રડતા રડતા કહે છે કે નહી, નહી. એ પછી મહિલા ફરીવાર બાળકને કહે છે કે બેટા, હું જ મમ્મી છું. પરંતુ બાળક કોઇ પણ હિસાબે એ વાત માનવો તૈયાર થતો નથી.

મહિલા બાળકને પોતાના ખોળામાં લેવાની કોશિશ કરે છે, પરંતુ બાળક દુર ભાગી રહ્યો છે.વીડિયોમાં આ દ્રશ્યો જોઇને લોકો હસવાનું રોકી શકતા નથી. વીડિયોમાં કેટલાંક લોકો બોલી રહ્યા છે, કે આ જ તારી મમ્મી છે, પરંતુ છતા બાળક માનતો નથી. એ પછી વીડિયોનો એન્ડ થઇ જાય છે. એટલે એ વાતની ખબર નથી પડી કે માતાએ પોતાનો મેકએપ ધોઇ નાંખ્યો કે પછી બાળકને ચપ્પલથી ધોઇ નાંખ્યો?

આ વીડિયોને ઇનસ્ટાગ્રામ પેજ@visagesalon1થી પોસ્ટ કરવામા આવ્યો છે. જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે, બાળક બોલી રહ્યું છે મમ્મી ક્યાં છે? બાળક પોતાની માતા જ ઓળખી શકતો નથી. આ વીડિયોને 1 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા છે અને 8.58 લાખ લાઇક્સ મળી છે.

બાળકની પ્રતિક્રિયા જોઈને સેંકડો યુઝર્સે કોમેન્ટમાં પોતાના દિલની વાત પણ લખી છે. એક યુઝરે લખ્યું- ભાઈ આ તો ચહેરો ધોયા પછી જ સ્વીકારશે. બીજાએ લખ્યું કે,આવો મેક-અપ કરવાનો શું ફાયદો, જ્યારે બાળક પણ તેને ઓળખી ન શકે. ત્રીજાએ ટિપ્પણી કરી કે, જો બાળક તેને ઓળખે નહીં, તો તે સારું રહેશે, પરંતુ જો બાળકના પિતા તેને ઓળખશે નહીં, તો ગડબડ થશે. તેવી જ રીતે આ પોસ્ટ પર ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp