બિહારમાં ચમકી તાવનો કહર યથાવત, અત્યાર સુધીમાં 48 બાળકોના મોત

PC: amarujala.com

બિહારમાં ચમકી તાવ અર્થાત એક્યુટ ઇનસેફલાઇટિસ સિન્ડ્રોમનો કહર સતત ચાલુ છે અને આ રોગથી થતાં મૃત્યુના આંકડા પણ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 10 બાળકોએ દમ તોડ્યો છે, તો બીજા 23 નવા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. મૃત્યુ પામેલા 10 બાળકોમાંથી સાતનું મૃત્યુ SKMCHમાં, જ્યારે ત્રણના મૃત્યુ કેજરીવાલ હોસ્પિટલમાં થયા છે. આ વચ્ચે નવા બીમાર બાળકોને આ બંને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. તાત્કાલિક 60 બાળકોને બંને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. SKMCH શિશુ રોગ વિભાગના અધ્યક્ષ ડૉ. ગોપાલ શંકરે કહ્યું કે, બીમાર બાળકોની સંખ્યામાં વધારો થતા બે નવા પીઆઈસીયુ ખોલવામાં આવ્યાં છે. જોકે ઘણા બાળકો સારાં થઈને ઘરે પરત પણ ગયા છે. 

બાળકોનાં મૃત્યુનો આંકડો હવે 48 સુધી પહોંચ્યા છે, 60 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. હોસ્પિટલથી અત્યાર સુધી 22 બાળકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. આ પહેલા રવિવાર રાતથી સોમવાર મોડી રાત સુધી 20 બાળકોના મોત થયાં છે. બાળકોના સતત મૃત્યુ વચ્ચે આજે કેન્દ્રની એક તપાસ ટીમ મુઝફ્ફરપુર પહોંચશે. સેન્ટ્રલ હેલ્થ ડિપાર્ટમેન્ટની સાત સભ્યોની ટીમ પટના પહોંચી ચુકી છે. 

શહેરની બે હોસ્પિટલોમાં અત્યાર સુધી 48 બાળકોનાં મોત થવાથી સરકાર પર પણ પ્રશ્નો થઇ રહ્યાં છે. બાળકોની બીમારીને ધ્યાનમાં રાખીને ચાર ICU ચાલુ કરવામાં આવ્યાં હોવાં છતાં બેડ ઓછાં પડી રહ્યાં છે. એક બેડ પર બે-બે બાળકોની સારવાર થઈ રહી છે. આ વચ્ચે એસ.કે.એમ.સી.સી.થી સારાં સમાચાર પણ આવી રહ્યાં છે કે સારવાર માટે દાખલ કરાયેલા કેટલાક બીમાર બાળકો સાજા થયા છે. 6 બાળકોને સારવાર પછી PICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp