તળાવમાં બોમ્બને બૉલ સમજીને રમી રહ્યા હતા બાળકો, અચાનક થઈ ગયો બ્લાસ્ટ

PC: llivehindustan.com

રક્સોલ શહેરથી નજીક સીમાવર્તી પંટોકા ગામના વોર્ડ નંબર-16માં આવેલા એક પોખરાથી શનિવારે બપોરે 4 ટીન બોમ્બ પોલીસે જપ્ત કર્યા, જ્યારે માછલી મારવા માટે લોકો ઉતર્યા હતા અને કચરો સાફ કરીને ફેકી રહ્યા હતા. આ દરમિયાન કચરામાંથી ઉપરોક્ત બોમ્બ બાળકોએ ઉપાડીને રમવાની શરૂઆત કરી દીધી. આ દરમિયાન એક બોમ્બ વિસ્ફોટ થઈ ગયો. બોમ્બ વિસ્ફોટ થતા જ અફરાતફરી મચી ગઈ. બાકી 3 બોમ્બ છોડીને ભાગી નીકળ્યા. ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક હરૈયાના પોલીસ ASI કૃષ્ણા પ્રસાદ યાદવના નેતૃત્વમાં ઘટનાસ્થળ પહોંચી અને બૉમ્બને જપ્ત કરીને આસપાસન ક્ષેત્રને સુરક્ષિત કરી લોકોને બોમ્બથી દૂર રહેવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી.

ત્યાં સુધી પંટોકા SSBએ પણ ઘટનાસ્થળ પર પહોંચીને બોમ્બની સ્થિતિની જાણકારી લીધી. ઘટનાની પુષ્ટિ હરૈયા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પંકજ કુમારે કરી છે. તેમણે કહ્યું કે, તેની જાણકારી વરિષ્ઠ પોલીસ અધિકારીને આપતા બોમ્બ નિરોધક ટીમને બોલાવવામાં આવી રહી છે. ટીમ આવવા અને તપાસ બાદ જ એ સ્પષ્ટ થશે કે જપ્ત થયેલા બોમ્બ કેટલા શક્તિશાળી છે. જાણકારોના જણાવ્યા મુજબ, પેટાવિભાગના મહદેવા ગામમાં ગયા અઠવાડિયે અરુણ સિંહના ઘર પર થયેલી ભીષણ લૂંટ બાદ પોખરાથી જપ્ત થયેલા બોમ્બ સામાન્ય જ ઉપરોક્ત બોમ્બ મળી આવ્યા છે જે ટીનના ડબ્બામાં રાખીને હોમ મેડ બનાવવામાં આવ્યા છે. બોમ્બ જપ્ત થયાના સમાચારથી પંટોકા ગામમાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.

તો હાલમાં જ મોતિહારીમાં ગેંગવોરની એક ઘટના સામે આવી હતી. ફેનહારાના ઇજોરબરવા ગામમાં શનિવારે સવારે ગેંગવારમાં બદમશોએ સ્કૉર્પિયો સવાર એક વ્યક્તિની હત્યા કરી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકનો સંબંધ મુકેશ પાઠક ગેંગ સાથે હતો. તેની વિરુદ્ધ શિવહર  જિલ્લામાં ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે. રિપોર્ટ્સ મુજબ, બદમાશોએ શિવહર જિલ્લાના શ્યામપુર ભટહા જિલ્લાના શ્યામપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના તાજપુર લક્ષ્મીનીયાના નિવાસી પ્રમોદ સિંહ ઉર્ફ વ્યાસના પુત્ર ઓમપ્રકાશ ઉર્ફ બાબુ સાહેબ પર ફાયરિંગ કરી દીધી. બદમશોએ ઓમપ્રકાશની કાર પર લગભગ 27 રાઉન્ડ ગોળીઓ ચલાવી.

ગેંગના સભ્ય રાજ ઝાએ પ્રેસ રીલિઝ કરીને હત્યાની જવાબદારી લીધી છે. તેણે કહ્યું કે, આ હત્યા સંતોષ ઝાની હત્યાનો બદલો છે. તે કોઈ કોન્ટ્રાક્ટર નહોતો, પરંતુ મુકેશ પાઠકનો રાઇટ હેન્ડ હતો. મુકેશ પાઠકના બધા ગુનામાં તેનો સાથ છે. એટલે તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. હું પ્રવક્તા રાજ ઝા બધી મીડિયાને સૂચિત કરું છું. શનિવારે ઓમપ્રકાશ ઉર્ફ બાબુ સાહેબની હત્યાની જવાબદારી લઈ રહ્યો છું. 28 ઓગસ્ટ 2018ના રોજ થયેલી સીતામઢી કોર્ટમાં સંતોષ ઝાની હત્યામાં પણ સામેલ હતો. આ ઘટનામાં સામેલ બધા શૂટર ઓમપ્રકાશ સિંહના ઘરે રોકાયા હતા. તેણે બધાને હથિયાર ઉપલબ્ધ કરાવ્યા હતા એટલે ઓમપ્રકાશની હત્યા સંતોષ ઝાની હત્યાનો બદલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp