ચીને મંદિરો તોડ્યા, લોકોને ઝેર આપ્યા, છતાં પણ બૌદ્ધ ધર્મ અડગ રહ્યોઃ દલાઇ લામા

PC: bloomberg.com

બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાએ બોધગયામાં શનિવારે ટીચિંગ પ્રોગ્રામમાં ચીન અને કોરોના વાયરસને લઇને નિવેદન આપ્યું હતું. દલાઇ લામાએ કહ્યું કે, ચીને બૌદ્ધ ધર્મને નુકસાન પહોંચાડવાની ઘણી કોશિશ કરી. બૌદ્ધ વિહારને તોડ્યા, અમારા લોકોને ઝેર આપ્યા. ત્યાર બાદ પણ અમારા લોકોની આસ્થા પોતાના ધર્મ અને ભગવાન બુદ્ધમાં ઓછી ન કરી શક્યા. ચીનની કોશિશો છતાં બૌદ્ધ ધર્મ પોતાની જગ્યા પર આડગ છે. કોઇને નુકસાન પહોંચાડવાથી કોઇનો ધર્મ જોખમમાં નથી પડતો. દલાઇ લામાએ કહ્યું કે, આજે પણ ચીનમાં બૌદ્ધ ધર્મના અનયાયી છે. ત્યાં પણ બૌદ્ધ ધર્મથી જોડાયેલા લોકો ભગવાન બુદ્ધની પૂજા કરે છે.

જ્યારે, કોરોના વાયરસને લઇને તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાએ ચીન પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. દલાઇ લામાએ કહ્યું કે, કોરોના મહામારી પરમાણુ બોમથી પણ વધારે જોખમ છે. ચીન વર્તમાનમાં કોવિડ 19ના કારણે કઠિન સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. મારી સહાનુભૂતિ ચીનના લોકો સાથે છે. અમે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ.

દલાઇ લામાએ પોતાના ઉપદેશમાં કહ્યું કે, કોરોના મહામારી પરમાણુ બોમથી વધારે ખતરનાક છે. આપણે એક પરમાણુ મુક્ત અને એક મહામારી મુક્ત દુનિયા બનાવવાની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે, બાળપણથી જ હું બુદ્ધનો અભ્યાસ કરતો આવ્યો છું. ભારત આવ્યા બાદ હું બુદ્ધમાં અધીન થઇ ગયો છું. પરમાણુ બોમ્બની ઘટના હંમેશા દર્દનાક જ હોય છે. આપણે ક્યાર સુધી પરમાણુ બોમ્બના જોખમથી મુક્ત થઇશું? આપણે ધરતી પ્રતિ પોતાની જવાબદારી સમજવી પડશે. આપણે બુદ્ધના શાસનમાં રહેવાનું છે.

બોધગયાના કાળ ચક્ર મેદાનમાં શુક્રવારના રોજ આખા વિશ્વમાંથી 60000થી વધારે લોકોએ એકત્તિત થઇને બૌધિસત્વની દિક્ષા લીધી હતી. બૌદ્ધ ધર્મના અનુયાયી પણ દલાઇ લામાની લાંબી ઉંમરની કામના કરી રહ્યા છે.

થોડા સમય પહેલા જ બૌધ્ધ ધર્મગુરુ દલાઇ લામાને ધમકી આપનારી મહિલા બિહાર પોલીસે સ્કેચ જારી કર્યો હતો. આ દરમિયાન બોધગયામાં દલાઇ લામાની સુરક્ષાને લઇને એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું. બૌદ્ધ ધર્મગુરુને ચીની મહિલાએ ધમકી આપી હતી. બિહાર પોલીસ અનુસાર, દલાઇ લામાને ધમકી આપનારી મહિલા ચીની છે. તેનું નામ Song Xiaolan છે. તેના પાસપોર્ટ નંબર અને વીઝાને લઇને પણ જાણકારી શેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp