જોશીમઠના પ્રભાવિતો માટે સરકારનો મોટો નિર્ણય, દરેક પરિવારને મળશે આટલા રૂપિયા

PC: ndtv.com

જોશીમઠમાં જમીન ધસવાની ઘટનાઓ અને ઘરોમાં તિરાડે સરકારના માથા પર બળ લાવી દીધું છે. આ દરમિયાન જોશીમઠ ક્ષેત્રના પ્રભાવિતો માટે જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. જે લોકોના ઘર જોખમની જડમાં છે કે રહેવા યોગ્ય નથી, તેમને આગામી 6 મહિના સુધી ભાડાના મકાનમાં રહેવા માટે 4,000 રૂપિયા પ્રતિ પરિવાર સહાયતા આપવામાં આવશે. લોકોને આ મદદ મુખ્યમંત્રી રાહત કોષમાંથી મળશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નિર્દેશ આપ્યા છે કે, તાત્કાલિક સુરક્ષિત સ્થાન પર એક મોટું અસ્થાયી કેન્દ્ર બનાવવામાં આવે.

તેમણે જોશીમઠમાં સેક્ટર અને ઝોન પ્રમાણે યોજના બનાવવના નિર્દેશ આપવા સાથે જ તાત્કાલિક ડેન્જર ઝોન ખાલી કરાવવા પણ કહ્યું છે. તેમણે વહેલી તકે આપત્તિ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાના નિર્દેશ આપ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચમોલી જિલ્લાના જોશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડ પડવાના સંબંધમાં રાજ્ય સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય મીટિંગ કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં પુનર્વાસની શું નીતિ હશે એ પહેલુંઓ પર વાત થઇ.

તેમણે કહ્યું કે, લોકોની દરેક સંભવિત મદદ કરવામાં આવશે. જાન-માલની સુરક્ષા સૌથી વધારે જરૂરી છે. અમે સ્ટડી પણ કરી રહ્યા છીએ કે, પાણીનું લીકેજ ક્યાંથી થઇ રહ્યું છે. અલગ-અલગ સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્ય સરકારે હવે સાવધાની રૂપે NDRFની એક ટીમ તૈનાત કરી દીધી છે. ચમોલીના મુખ્ય વિકાસ અધિકારી, એલ.એન. મિશ્રાએ જણાવ્યું કે, સાવધાન રહેવું મહત્ત્વપૂર્ણ છે કેમ કે ક્ષેત્રમાં ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. ચમોલી પ્રશાસને શહેરમાં અને તેની આસપાસ બધી નિર્માણ ગતિવિધિઓ પર શુક્રવારે પ્રતિબંધ લગાવી દીધો. એ સિવાય લગભગ 50 પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં જમીન ધસવાનો સિલસલો સતત ચાલી રહ્યો છે. ઘરોમાં તિરાડ પડી રહી છે. જમીન ફાટવા લાગી છે અને રસ્તા ધસી ચૂક્યા છે. નવનિર્માણ, જળ લીકેજ અને ભૂસ્ખલન લોકો માટે મુશ્કેલી બની ગઇ છે. આ દરમિયાન શુક્રવારે ભૂસ્ખલનની ઝપેટમાં આવવાથી ભગવતી મંદિર ધરાશાયી થઇ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે, સિંહધાર વોર્ડમાં આ ઘટના બની છે. અત્યાર સુધી માત્ર દીવાલોમાં તિરાડ પડી રહી હતી, પરંતુ હવે મંદિર પડવાથી લોકોમાં ડરનો માહોલ છે. તો રોજ અહીં ઘરોમાં તિરડો વધતી જઇ રહી છે. અત્યાર સુધી 603 ઘરોમાં તિરાડ પડી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp