26th January selfie contest

ટીચરે CMને કહ્યા ડાકૂ, જાણો CMએ શું કર્યું

PC: news18.com

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિર્દેશ પર તેમની વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનારા ટીચરના સસ્પેન્શનનો આદેશ જિલ્લા કલેક્ટર જબરપુર દ્વારા પાછો લઇ લેવામાં આવ્યો છે. વાત એવી છે કે, જબલપુરની એક શાળાના ટીચર મુકેશ તિવારીએ મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને તેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બધાની સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટરે સિવિલ સેવા આચરણના નિયમના ઉલ્લંઘન બદલ ટીચરને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.

આ મામલે શનિવારના રોજ મુખ્યમંત્રી કમલનાથે સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું હતું કે, મને હમણા ખબર પડી છે કે રાજ્યના જબલપુરમાં એક સ્કૂલમાં ટીચરે એક બેઠકમાં મારા નામને લઇને ડાકૂ શબ્દ કહ્યો હતો, જેનો વીડિયો સામે આવતા જિલ્લા પ્રશાસને ફરિયાદ મળતા નિયમો મુજબ ટીચરને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ મારું માનવું છે કે, લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી બધાને છે. હું હંમેશાં તેનો પક્ષ રાખીશ.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટીચર ડ્યૂટી પર હતા અને આ પ્રકારના આચરણને કારણે નિયમોનુસાર તેમના પર કાર્યવાહી કલેક્ટરે કરી છે, તે પણ યોગ્ય છે, પરંતુ હું વિચારું છું કે,આ પદ પર આવવા માટે તે ટીચરે કેટલા વર્ષની મહેનત અને તપસ્યા કરી હતી. તેનો સમગ્ર પરિવાર તેના પર આધાર રાખતો હશે. સસ્પેન્શનની કાર્યવાહીને કારણે તેના પરિવારને કેટલીય મુશ્કેલીઓથી પસાર થવું પડશે. પરંતુ હું વ્યક્તિગત રૂપે તે ટીચરને માફ કરું છું. હું નથી ઇચ્છતો કે તેમના પર કોઇ કાર્યવાહી થાય.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp