નિયમોની ઐસીતૈસી કરતા CMO પોતે જ માસ્ક વિના શૉર્ટ્સ-ટીશર્ટમાં પહોંચ્યા હોસ્પિટલ

PC: news18.com

અવારનવાર કોઈક ને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હરિયાણા ચરખી દાદરીની સિવિલ હોસ્પિટલના CMO પ્રદીપ શર્મા શનિવારે ફરી એકવાર હોસ્પિટલ પરિસરમાં સ્ટાફ અને ત્યાં આવનારા દર્દીઓમાં ચર્ચાનો વિષય બની રહ્યા. વાત જાણે એમ છે કે, શનિવારે સવારે સાડા આઠ વાગ્યે CMO શૉર્ટ્સ અને ટી-શર્ટ પહેરીન માસ્ક પહેર્યા વિના જ પોતાની ઓફિસમાં પહોંચી ગયા. CMOના અચાનક આ વેશભૂષામાં ઓફિસમાં આવવા પર મહિલા સ્ટાફ પણ અચાનક સહમી ગઈ. આ વેશભૂષામાં CMOએ નર્સ સ્ટાફની સાથે મીટિંગ પણ કરી. આ પ્રકારનો મામલો સામે આવવા પર ધારાસભ્ય સોમવીર સાંગવાને CM તેમજ સ્વાસ્થ્ય મંત્રીને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની વાત કહી છે.

જણાવી દઈએ કે, CMO ડૉ. પ્રદીપ શર્મા શનિવારે સવારે શૉર્ટ્સ તેમજ ટી-શર્ટ પહેરીને હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આખા હોસ્પિટલ પરિસરની મુલાકાત પણ લીધી હતી. ઓન ડ્યટી આ પ્રકારનો ડ્રેસ પહેરીને હોસ્પિટલ પરિસરમાં ફરવું ઘણી મહિલાકર્મીઓને પસંદ ના આવ્યું.

જોકે, મહિલાઓએ કેમેરાની સામે કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો, જ્યારે ઓફ રેકોર્ડ વાત કરવા પર તેમણે કહ્યું હતું કે, CMOની આ કોઈ રીત છે કે તેઓ ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેરીને માસ્ક પહેર્યા વિના સ્ટાફને મળી રહ્યા હતા. અહીં ખાસ વાત એ પણ છે કે, CMO સાહેબે માસ્કનો ઉપયોગ કરવું પણ જરૂરી ના સમજ્યું.

CMO ડૉ. પ્રદીપ શર્માનું કહેવું છે કે, તેઓ સવારે સાડા 8 વાગ્યે નાસ્તો કર્યા વિના જ ઓફિસ આવી ગયા હતા. ઓફિસમાં ચિકિત્સકો તેમજ અન્ય સ્ટાફની સાથે તેઓ મીટિંગ કરી રહ્યા છે. કોરોનાને લઈને અન્ય સ્ટાફ સભ્યો પાસેથી પૂરી ડિટેલ લેવામાં આવી છે. હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કરવું તેમની ડ્યુટી છે.

ધારાસભ્ય અને હરિયાણા પશુધન વિકાસ બોર્ડના ચેરમેન સોમવીર સાંગવાને કહ્યું કે, CMOની વેશભૂષાનો વીડિયો જોયો છે. આ પ્રકારની વેશભૂષામાં મહિલા સ્ટાફની વચ્ચે આવવું યોગ્ય નથી. આ મામલાની તપાસ કરતા CM તેમજ સ્વાસ્થ્ય મંત્રીને ફરિયાદ મોકલવામાં આવી. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે, સામાન્ય લોકોને માસ્ક અને ગ્વવ્ઝ જેવા સેફ્ટી નિયમોનું પાલન કરવા માટે આગ્રહ કરતા ડૉક્ટરો જ જ્યારે તે નિયમોની ઐસીતૈસી કરે તો પછી સામાન્ય લોકોનું તો કહેવું જ શું. હવે જોવું એ રહે છે કે, આ મામલામાં CMO વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp