જાણો, ભારત-ચીનમાં શા માટે આવ્યું કોલસાનું સંકટ?

PC: thehindu.com

દેશમાં હાલ કોલસાનું સંકટ ચાલી રહ્યું છે. જે વીજળી ઘરોમાં પહેલા 17-17 દિવસનો કોલસાનો સ્ટોક રહેતો હતો, ત્યાં હવે માત્ર 4-5 દિવસનો જ સ્ટોક બચ્યો છે. એટલું જ નહીં, અડધા કરતા વધુ પાવર પ્લાન્ટમાં તો એક અથવા બે દિવસનો જ સ્ટોક બચ્યો છે. ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશમાંથી આવતા કોલસાની કિંમત વધવાને કારણે તેની સપ્લાઈ ઓછી થઈ છે અને ઘરેલૂં કોયલા પર નિર્ભરતા વધી છે. પરિણામ સ્વરૂપ, કોલસાની અછત જોવા મળી રહી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, એશિયામાં થર્મલ કોલસાની કિંમતો રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે, જેના કારણે ચીન અને ભારતમાં કોલસાનું સંકટ ઊભુ થઈ ગયુ છે. ચીન બાદ ભારત કોલસાનો સૌથી વધુ ઉપયોગ કરે છે.

રોયટર્સના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયાના હાઈ ગ્રેડ થર્મલ કોલસાની કિંમત 8 ઓક્ટોબરે પૂર્ણ થયેલા અઠવાડિયામાં 229 ડૉલર પ્રતિ ટન પહોંચી ગઈ, જ્યારે આ વર્ષે 30 એપ્રિલે તેની કિંમત 88.52 ડૉલર પ્રતિ ટન હતી. એ જ રીતે જાપાન અને દક્ષિણ કોરિયાઈ કોલસાની કિંમતો પણ ગત વર્ષના સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં આ વર્ષે 400% કરતા વધી ગઈ છે. તો બીજી તરફ ઈન્ડોનેશિયાઈ કોલસો જે 2020માં પોતાના અત્યારસુધીના સૌથી નીચલા સ્તર 22.65 ડૉલર પ્રતિ ટન પર પહોંચી ગઈ હતી, તેની કિંમત 439% વધીને 8 ઓક્ટોબરે 122.08 ડૉલર પ્રતિ ટન થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયન કોલસાની ક્વોલિટી કિંમત વધવા છતા ઈન્ડોનેશિયાઈ કોલસાની સરખામણીમાં ઓછી સારી છે. પરિણામ એ આવ્યું કે, ચીને ઓસ્ટ્રેલિયા પાસેથી કોલસો ખરીદવાનું બંધ કરી દીધુ અને ઈન્ડોનેશિયા પાસેથી વધારી દીધુ. જોકે, ઓસ્ટ્રેલિયા હજુ પણ ભારતને કોલસાની આપૂર્તિ કરી રહ્યું છે. કોલસાની વધતી કિંમતોને કારણે આયાત પ્રભાવિત થયુ છે. ભારતે પણ કોલસાની આયાતમાં કાપ મુકી દીધો છે. રોયટર્સે કોમોડિટી કન્સલ્ટન્ટ Kplerના હવાલાથી જણાવ્યું છે કે, ભારતની આયાત જૂન બાદથી ઓછી થઈ રહી છે. ભારતે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 2.67 મિલિયન ટન કોલસાની આયાત કરી હતી, જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 3.99 મિલિયન ટન કોલસાની આયાત કરી હતી.

એક તરફ ભારતમાં કોલસાની આયાતમાં ઘટાડો આવી રહ્યો છે તો તેની ઉલટ ચીન આયાત વધારી રહ્યું છે. Kplerના જણાવ્યા અનુસાર, ચીને આ વર્ષે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 3.27 મિલિયન ટન થર્મલ કોલસાની આયાત કરી છે, જે ગત વર્ષે આ જ અઠવાડિયાની સરખામણીમાં 1.47 ટન વધુ છે. એવુ અનુમાન છે કે, બીજા અઠવાડિયામાં ચીનની આયાત વધીને 4.50 મિલિયન ટન થઈ જશે.

ભારત અને ચીન બંને માટે આયાત કરવામાં આવતો કોલસો ખૂબ જ જરૂરી છે. જોકે, આયાત કરવામાં આવેલા કોલસાની કિંમતો વધતા જ બંને દેશોએ ઘરેલૂં ઉત્પાદન વધારવાનો પ્રયત્ન ઝડપી બનાવી દીધો છે. ચીને એ ખાણોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે, જેને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ, ભારતની સરકારી કંપની કોલ ઈન્ડિયા પણ પ્રોડક્શન વધારવાનો પ્રયત્ન કરી રહી છે. આ પ્રયત્નો સફળ થવામાં હજુ થોડાં મહિના લાગી શકે છે. પરંતુ, જ્યાં સુધી ઘરેલૂં ઉત્પાદન વાસ્તવમાં ના વધી જાય, ત્યાં સુધી આયાત કરવામાં આવેલા કોલસાની કિંમતોમાં ઘટાડો આવવાની આશા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp