RSS-ડાબેરીઓ પર ટિપ્પણી કરીને કુમાર વિશ્વાસે માંગી માફી, કહ્યું, 'કેટલાક લોકો...'

PC: abplive.com

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ દિવસોમાં કવિ કુમાર વિશ્વાસની રામકથા ચાલી રહી છે. આ ત્રણ દિવસીય રામકથાના પહેલા જ દિવસે કુમાર વિશ્વાસે કથિત રીતે RSS વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેણે સંઘ સહિત BJPના કાર્યકરોને નારાજ કર્યા હતા. હકીકતમાં, કુમાર વિશ્વાસે અમુક મુદ્દા પર કહ્યું હતું કે 'ડાબેરીઓ અભણ છે અને RSS અભણ છે'.

આ પછી નારાજ BJP કાર્યકર્તાઓએ તેમને ચેતવણી આપી હતી કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેઓ તેમની રામકથા ચાલુ રાખવા દેશે નહીં. તેમજ તેમને ઉજ્જૈનમાં પગ મુકવા દેવામાં આવશે નહીં. આના થોડા સમય બાદ કુમાર વિશ્વાસે એક વીડિયો બહાર પાડીને માફી માંગી હતી. વીડિયો દ્વારા કુમાર વિશ્વાસે કહ્યું કે, 'તે એક બાળક સાથે વાત કરી રહ્યો હતો, તે દરમિયાન તેણે કંઈક આવું કહ્યું. લોકોએ તેનો ખોટો અર્થ કાઢ્યો છે.'

જય જય સિયા રામ... કથા પ્રસંગમાં, તેમણે તેમની સાથે કામ કરતા એક બાળક વિશે ટિપ્પણી કરી, જે આકસ્મિક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરે છે. તે ઓછું વાંચે અને લખે છે, પણ વધુ બોલે છે. મેં તેને બસ એટલું જ કહ્યું કે તું ભણવાનું લખવાનું ચાલુ રાખ, તું ભણતો નથી. ડાબેરીઓ અભણ છે અને તું  અભણ છો. કેટલાક વિઘ્નસંતોષીઓએ તેને વધારે પડતું ફેલાવી દીધું.

કુમાર વિશ્વાસે કહ્યું કે, 'બુધવારે તેમને ખબર પડી કે કેટલાક લોકો રામકથાને ભંગ કરવાની વાત કરી રહ્યા છે. તો એક વાત યાદ રાખો કે, રામની કથા કોણ ભંગ કરે છે. તેમણે લોકોને રામકથામાં પહોંચવા અને હું જે કહું છું તેનો અર્થ સમજવા વિનંતી કરી છે. જો તમે બીજો અર્થ નીકળો છો તેમાં તેના માટે હું જવાબદાર નથી. જો કોઈ ખોટો સંદેશ ફેલાવવામાં આવ્યો છે તો, તેના માટે કૃપા કરીને મને માફ કરશો.'

અત્રે ઉલ્લેખનીય છે કે, કુમાર વિશ્વાસની આ ટિપ્પણી બાદ BJP પ્રવક્તાએ ટ્વીટ કરીને લખ્યું, 'જો તમે રામ કથા કરવા આવ્યા છો, તો રામ કથા જ કહો, પ્રમાણપત્રો ન વહેંચો.'

અહીં તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા ઉજ્જૈનમાં ત્રણ દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કવિ કુમાર વિશ્વાસે તેમના વક્તવ્ય દ્વારા સંભળાવ્યું છે. રામ કથા દરમિયાન કુમાર વિશ્વાસે RSS અને ડાબેરી પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, 'જ્યાં ડાબેરીઓ અભણ છે, ત્યાં સંઘ અભણ છે.' આ નિવેદનને લઈને BJP અને સંઘના નેતાઓએ કુમાર વિશ્વાસ પર પ્રહારો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp