રોજગાર માટે મોટા શહેરોમાં પાછા ફરવા લાગ્યા શ્રમિકો, કંપનીઓ આપી રહી છે આ સુવિધા

PC: dw.com

કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનમાં પરત ફરેલા શ્રમિકો હવે પોતાનું ઘર છોડવા મજબૂર થઈ રહ્યા છે. બંગાળ અને બિહાર સીમા પર વસેલા ગામોમાં રહેનારા આ શ્રમિકો પાસે પૈસા નથી અને હવે પોતાની કામકાજ વાળી જગ્યા પર પાઠા ફરવાની કોશિશમાં લાગ્યા છે.

તેમના આવવા જવાની વ્યવસ્થા ક્યાં તો તેમની કંપની કરી રહી છે કે લેબર કોન્ટ્રાક્ટર તેમનું ભાડુ ઉઠાવી રહ્યા છે. બિહાર બંગાળ સીમાના નલવાડી ગામના સોમેન સિન્હાએ કહ્યું કે, પૈસાની સમસ્યા ગામના લોકોની સૌથી મોટી મજબૂરી છે. દેશભરમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને લીધે બીમારી થોડા હદ સુધી રોકવામાં મદદગાર સાબિત થયુ અને તેને લીધે હવે ગામના લોકોનો વિશ્વાસ ફરી આવી રહ્યો છે.

આ ગામથી નજીકનું પેટ્રોલ પંપ લગભગ 10 કિલોમીટર દૂર છે, જ્યારે 5 વર્ષ પહેલા જ ગામના લોકોને વીજળીનું કનેક્શન મળ્યું છે. ગામમાં 500 લોકો રહે છે, જેમાંથી 100થી વધારે પંજાબના લુધિયાના, અમૃતસર જેવા શહેરોમાં કામ કરે છે. તેમના માલિકો પાસે બસો છે અને તેમના માલિકોએ 3 દિવસ પહેલા જ પૂર્ણિયામાં બસ મોકલી. જેના દ્વારા ગામના શ્રમિકો ત્યાં ફરી જઈ લુધિયાના અમૃતસર જઈ શકે છે.

એક લેબર કોન્ટ્રાક્ટર મોઈદુલ હકે કહ્યું કે, હવે માત્ર કંપની માલિકો જ નહીં, લેબર કોન્ટ્રાક્ટર પણ પ્રવાસી શ્રમિકો માટે બસ સુવિધાની વ્યવસ્થા કરી રહ્યા છે. જેથી તેમને કામના સ્થાને ફરી બોલાવી શકાય. તેમની સાથે ફોન પર વાત થઈ રહી છે. ગામના દરેક વ્યક્તિ સુધી મોબાઇલ ફોન હોવાના કારણે આ સરળ થઇ ગયું છે અને શ્રમિકોને ફરી પાછા લઇ જવામાં ખૂબ મદદ મળી રહી છે. પોતાની ગામની આસપાસના મોટા શહેરો સુધી પહોંચવા માટે તેઓ પોતાની વ્યવસ્થા કરે છે અને ત્યાં નિયોક્તા કે લેબર કોન્ટ્રાક્ટરની ઊભી રહેલી બસમાં પોતાના કામની જગ્યા સુધી પાછા જવા માટે બેસી જાય છે.

પ્રવાસી શ્રમિકોને મનરેગાનું કામ ન તો મળી રહ્યું છે અને ન તો પસંદ આવી રહ્યું છે. પંજાબ, હરિયાણા અને તેલંગણાથી બિહારના શ્રમિકોને પાછા બોલવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. સુપૌર જિલ્લાના પિપરા પ્રખંડના સખુઆ ગામમાં પટિયાલાથી આવેલી બસમાં સવાર થઇ રહેલા અનવર કહે છે, અહીં રોજી રોટ મળવી મુશ્કેલ છે. માટે જઇ રહ્યા છે. ઈ બસ અમને લોકોને લઇ જવા માટે આવી છે. પૂર્ણિયાના સઇદ અને સાજિદ કહે છે કે, તેમના વિસ્તારના 30 લોકો પાનીપત ગામ જઇ રહ્યા છે. ત્યાંથી મોટા ખેડૂતે બસ મોકલી છે. આ શ્રમિકોને પાછા બોલાવવા પર તેમને અનુભૂતિ થઈ રહી છે કે આ સમયે બહાર જવાથી તેમને સરળતાથી કામ મળી જશે. ચકસિકંદર ગામના ડઝનો યુવા પંજાબની એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમાંથી એક અખિલેશ સિંહની પાસે કંપનીના મેનેજરનો ફોન આવ્યો અને જણાવ્યું કે કામ શરૂ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp