તમારી લેખિત પરવાનગી વગર ઓવરટાઇમ નહીં કરાવી શકે કંપનીઓ, મળશે ડબલ પગાર

PC: youworkforthem.com

કેટલીક ઓફિસ કે કંપનિઝમાં જવાના ટાઈમ ફિક્સ હોય છે, પરંતુ જ્યારે કર્મચારીઓને ઘરે જવા માટે છોડવાની વાત આવે ત્યારે કંપનિઝ કામને બહાને ગલ્લાંતલ્લાં કરતી હોય છે અને તેઓ એ વધારા કલાકના કર્મચારીને પૈસા પણ નથી ચૂકવતા. પરંતુ મોદી સરકાર હવે આ મુદ્દે એક કાયદો લાવવાનું વિચારી રહી છે, જે હેઠળ હવે જો ઑફિસ કે કંપનીઓએ તમારી પાસે ઓવર ટાઈમ કરાવવો હશે તો તેમણે તમારી પાસે લેખીતમાં મંજૂરી લેવી પડશે. સાથે જ કર્મચારીને બેગણું મહેનતાણું પણ ચૂકવવાનું રહેશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવરે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે કર્મચારી પાસે ઓવર ટાઈમ કરાવતા પહેલા તેની પાસે લેખીત પરવાનગી લેવું ફરજિયાત રહેશે. તેમજ કર્મચારીની પરવાનગી વિના કંપનીઓ તેમની પાસે ઓવર ટાઈમ કરાવી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટેસ્ટિલલ ઑફિસના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે મુજબ દેશના મોટાભાગના કર્મચારીઓ 48 કલાકથી વધુનો સમય કામ કરે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલા ધોરણો કરતા ઘણા વધુ છે.

સરકાર આ નવા પ્રસ્તાવ દ્વારા જૂના પ્રસ્તાવને રદ્દ કરશે, જેમાં ઑફિસ કે કંપનીઓને કર્મચારીઓ પાસે વધુ કલાકો કામ કરાવવાની સત્તા હતી. આ ઉપરાંત સરકાર શ્રમિકોના ન્યૂતમ ભથ્થા વિશે પણ કડક કાયદો લાવવાની તૈયારીઓ કરી રહી છે, જે હેઠળ દેશભરના મજૂરોને એકસરખું ન્યૂતમ ભથ્થુ ફરજિયાતરૂપે આપવાનું રહેશે. સરકારે આ પહેલા વર્ષ 2017માં આ બાબતે પ્રયાસો કર્યા હતા, પરંતુ ત્યારે સરકાર નાકામ રહી હતી. પરંતુ હવે આ બાબતને લઈને સરકાર અત્યંત ગંભીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp