કોંગ્રેસના અધ્યક્ષ BJPમા શામેલ, વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો

PC: ANI

જેમ-જેમ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ ફરીએકવાર પાર્ટી બદલવાના રાજકારણની શરૂઆત થઈ ગઈ છે. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને આદિવાસી નેતાના રૂપમાં મોટું નામ ધરાવતા રામદયાળ ઉઇકે BJPમા શામેલ થઈ ગયા છે. ઉઇકેએ મુખ્યમંત્રી રમણ સિંહ અને BJPના અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં BJPનો ખેસ ધારણ કર્યો હતો.

એવું લાગે છે કે, BJP સામે ચૂંટણીમાં ટકરાવા પહેલા કોંગ્રેસને પોતાના નેતાઓને સાચવવા મોટો પડકાર સાબિત થઈ શકે છે. રામદયાળ ઉઇકે કોંગ્રેસનું મોટું નામ છે અને તેઓ પાલી તાનાખારથી ધારાસભ્ય પણ છે. રામદયાળને લઇને મુખ્યમંત્રી રમણ સિંહ ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં ટોળાબાજીને કારણે કેટલાય નેતાઓ પરેશાન હતા. કોંગ્રેસ પાર્ટી એક ડૂબતું જહાજ છે અને તેમાં કોઈપણ નેતા સવાર થવા માંગતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp