મજબૂત CMને નિશાનો બનાવે છે કોંગ્રેસ, અશોક ગહલોત હશે આગામી શિકાર: અમરિન્દર સિંહ

PC: ptcnews.tv

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પોતાની નવી પાર્ટીના રજીસ્ટ્રેશનની પ્રતિક્ષા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માટે પ્રચાર કરે અને તેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે પ્રચાર કરશે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, કોંગ્રેસના આગામી નિશાના પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત હશે કેમ કે પાર્ટી મજબૂત મુખ્યમંત્રીઓને પસંદ કરતી નથી.

ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવા પર પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેમને હંમેશાંથી ખબર હતી કે નવા કાયદા તેમના રાજ્ય માટે સારા નહોતા. ખેડૂત તેનો વિરોધ કરી રહ્યા છે કેમ કે તેની ભાવિ પેઢી પર અસર પડશે.  કૃષિ કાયદાઓને રદ્દ કરી દેવામાં આવશે.

તેનાથી શું બદલાવ આવશે આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમને પહેલા દિવસથી જ તેના પર વિશ્વાસ હતો અને વાસ્તવમાં તેને વિધાનસભામાં રજૂ કારનારાઓમાં સૌથી પહેલા હતા. મને લાગ્યું કે આ મારા રાજ્ય માટે સારા નથી. અમે લોકોને વિરોધ પ્રદર્શન પર જવા માટે ક્યારેય રોક્યા નથી. મને ખૂબ ખુશી છે કે તેમ કરવામાં આવ્યું છે. આ મારા રાજ્યની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરશે. તેનાથી આગામી પેઢી પર પડનારી અસરને લઈને ખેડૂત વિરોધ કરી રહ્યા છે.

પરંતુ ખેડૂત હજુ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે MSPને કાયદાકીય ગેરંટી મળે. શું એ ઉચિત માગણી છે?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે MSP જરૂરી છે. દરેક કિંમત ઇનપૂટના ખર્ચ સાથે સંબંધિત છે. જો ઈનપુટ ખર્ચ વધી રહ્યો છે તો કોણ પ્રભાવિત થાય છે? ખેડૂત. MSP વાર્ષિક મોંઘવારી પર આધારિત હોવી જોઈએ.

શું તેમણે (ખેડૂતોએ) ઘરે પરત જવું જોઈએ?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જવું જોઈએ. મેં તેમને ગુરૂપર્વ પર ઘરે પરત જવા કહ્યું હતું. વડાપ્રધાને તેમને આશ્વાસન આપ્યું છે.

જ્યારે તમે BJP સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી તો ત્રણ કૃષિ કાયદા હતા. કોંગ્રેસમાં ઘણા લોકોએ તમને દેશદ્રોહી કહ્યા.

આ બાબતે તેમણે કહ્યું કે કોંગ્રેસને ખબર નથી કે તે શું કહે છે. મને ખબર છે કે કોણે કહ્યું છે. વાત એ છે કે તે મારા ખેડૂતો માટે હતું અને મેં તેમના માટે કર્યું છે. અશોક ગહલોત અને ભૂપેશ બઘેલનું શું? જ્યારે તેમને કોઈ વસ્તુની જરૂરિયાત હોય છે તો શું તેઓ વડાપ્રધાન સાથે સંપર્ક નથી કરતા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp