TikTok પર પ્રતિબંધથી લાખો લોકો થઈ જશે બેરોજગારઃ સંજય નિરૂપમ

PC: indiatimes.com

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય નિરુપમે ભારત સરકાર દ્વારા TikTok સહિત 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સને બેન કરવાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સરકારનો આ નિર્ણય તો યોગ્ય છે, પરંતુ TikTokને બેન કરવાને કારણે દેશના લાખો યુવા બેરોજગાર થઈ જશે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને ચાઈનીઝ એપ્સ પર બેન અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ટ્વીટમાં સંજય નિરૂપમે લખ્યું, ચીની એપ્સને બેન કરવાનો નિર્ણય યોગ્ય છે. પરંતુ TikTok બેન થવાને કારણે આપણા દેશના લાખો યુવાઓ બેરોજગાર થઈ જશે, આ સમયમાં સૌથી સસ્તા, શુદ્ધ અને દેશી મનોરંજનથી આપણે વંચિત રહી જઈશું. TikTok સ્ટારોનો અચાનક અંત ત્રાસદ છે. તેમની અસીમ પ્રતિભાઓને વિનમ્ર શ્રદ્ઘાંજલિ.

જણાવી દઈએ કે, સરકારે આ એપ્સને ડેટા ચોરીને ધ્યાનમાં રાખીને બેન કરી છે. આઈટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક આધિકારીક નિવેદનમાં કહ્યું કે, તેને વિવિધ સ્ત્રોતોના માધ્યમથી ઘણી બધી ફરિયાદો મળી છે, જેમાં એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઈલ એપના દુરુપયોગ વિશે ઘણા રિપોર્ટ સામેલ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ એપ ઉપયોગર્તાઓના ડેટા ચોરીને, તેને ભારતની બહાર સ્થિત સર્વરને અનધિકૃતરીતે મોકલે છે.

ગૃહ મંત્રાલય અંતર્ગત આવનારા ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્રએ આ દુર્ભાવનાપૂર્ણ એપ્સ પર વ્યાપક પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, તેના આધાર પર અને હાલમાં જ વિશ્વસનીય સૂચનાઓ મળવા પર કે આવી એપ ભારતની સંપ્રભુતા અને અખંડતા માટે જોખમી છે, ભારત સરકારે મોબાઈલ અને મોબાઈલ સિવાયના ઈન્ટરનેટ સક્ષમ ઉપકરણોમાં ઉપયોગ કરાતી કેટલીક એપ્સના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જોકે, મંગળવારે TikTokએ આધિકારીક નિવેદન જાહેર કરતા કહ્યું કે, એપને બંધ કરવા માટે સરકારનો આદેશ અનુપાલનની પ્રક્રિયામાં છે. જોકે, આ સાથે જ TikTokએ એવું પણ કહ્યું કે, તેણે એપનો ઉપયોગ કરનારા કોઈપણ ભારતીયની જાણકારી ચીન સહિત કોઈપણ વિદેશી સરકારની સાથે શેર નથી કરી. TikTokએ કહ્યું કે, તેને સંબંધિત સરકારી પક્ષો સાથે મળવા અને સ્પષ્ટીકરણ આપવા માટે બોલાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp