કોંગ્રેસ બની કંગાળ, પાર્ટી ચલાવવા નથી પૈસા અને કોર્પોરેટ પણ નથી આપતું ફન્ડિંગ

PC: thequint.com

ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં સામેલ નેતાઓમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે છે કે પાર્ટી ચલાવવા માટે પૈસા નથી. કોર્પોરેટ પણ ફંડિંગ કરતું નથી. પાર્ટીના કાર્યક્રમો માટે પૈસા મળી રહ્યા નથી. તેમનું કહેવું છે કે શિબિરમાં કોઈ મહત્ત્વના મુદ્દા પર વાત થઈ રહી નથી. પાર્ટી અધ્યક્ષને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી રહી નથી. નેતાઓમાં અધ્યક્ષને લઈને અલગ અલગ વિચાર જોવા મળી રહ્યા છે. ડેલિગેટ્સે કહ્યું કે, કોંગ્રેસના અધ્યક્ષ નહીં પસંદ કરવાથી નુકસાન થયું છે.

પોલિટિકલ કમિટીમાં સામેલ આચાર્ય પ્રમોદ કૃષ્ણન જ્યારે બોલ્યા એક ડેલિગેટે કહ્યું કે, રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા માંગતા નથી, તો પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવી દો. જ્યારે તેમણે આ વાત કહી તો પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી બંને ઉપસ્થિત હતા, એટલે તેમને ચૂપ કરાવતા કહેવામાં આવ્યું કે આ મીટિંગ અધ્યક્ષ બનાવવા માટે થઈ રહી નથી. કેટલાક નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધન ન કરવું જોઈએ. તેનાથી ઉત્તર પ્રદેશ-બિહાર જેવા રાજ્યોમાં નુકસાન થયું અને પાર્ટીનું સંગઠન સમાપ્ત થઈ ગયું.

એ સિવાય શિબિરમાં નેતાઓને કહેવામાં આવ્યું કે, પાછલી ભૂલ ગણાવ્યા વિના પેનલમાં ભવિષ્યની વાત કરે. RSSનો સામનો કરવા માટે આ પ્રકારનું સામાજિક સંગઠન બને જેના દ્વારા કોંગ્રેસ લોકોના ઘરો સુધી પહોંચે અને લોકોના કામમાં આવે. ડેલિગેટ્સનું કહેવું છે કે, RSS પાસે કૉલેજ, હૉસ્પિટલ બધુ છે અને કોંગ્રેસ પાસે ઓફિસ પણ નથી. તો કાર્યકર્તાઓની શિબિરમાં વાત થઈ રહી નથી. જિલ્લા અને પંચાયત સમિતિ પર કોઈ ચિંતન થઈ રહ્યું નથી.

મનરેગા અને કિસાન સંઘ જેવા સંગઠનને પણ આપણે પોતાના બનાવી ન શક્યા, જ્યારે ભાજપ UPAની સ્કીમની સફળતાનો શ્રેય લઈ રહી છે. પાર્ટીના કાર્યક્રમોમાંથી ધારાસભ્ય અને સાંસદ દૂરી બનાવી રાખે છે. શિબિરમાં સામેલ નેતાઓને કહેવામાં આવ્યું કે, વિવાદિત મુદ્દાઓ પર કોંગ્રેસના નેતા અલગ અલગ ભાષા બોલે છે. પાર્ટીનું પણ સ્ટેન્ડ સમાજમાં આવતું નથી, જેથી પાર્ટીની મજાક ઊડે છે. કેટલાક નેતાઓનું કહેવું છે કે ન્યાય યોજના 2019ને ચૂંટણીમાં મોડેથી લાવવામાં આવી અને એટલે અમે તેને સમજાવી ન શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp