રાહુલની PC બાદ ભાજપની PC, ભાજપ કહે- સુપ્રીમ કોર્ટ કેમ ન ગયા? રાહુલ જૂઠ્ઠા, ચીન..

PC: deccanherald.com

સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીને સજા કરવામાં આવી અને એ પછી તેમનું સંસદ પદ છીનવાઇ જવાને કારણે જબરદસ્ત રાજકારણ ગરમાયેલું છે અને એક પછી એક પ્રેસ કોન્ફરન્સનો દૌર શરૂ થયો છે. પહેલાં રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર નિશાન સાધ્યું તો એ પછી ભાજપે પણ તરત જ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધી દીધું હતું. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા

ભાજપના સિનિયર નેતા રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેમને વોટ મળતા નથી. તેઓ જ્યાં પણ જાય છે હાર જ મળે છે. જુઠું બોલવાની તેમની આદત છે. પ્રસાદે કહ્યું કે રાહુલ વિદેશમાં જઇને ભારતનું અપમાન કરે છે. ભાજપ નેતા પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ પાસે તો આખી વકીલોની ફોજ છે, શા માટે તેઓ કોર્ટના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ન ગયા?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે જૂઠું બોલવું એ રાહુલ ગાંધીનો સ્વભાવ છે. રાહુલના તમાશાનો પર્દાફાશ કરવા માટે અમે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. કારણ કે કોંગ્રેસ ફરી એકવાર આખા મામલાને ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલે પછાતનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધી ચીનના વખાણ કરે છે અને વિદેશમાં જઇને ભારતનું અપમાન કરે છે. તેઓ સેનાના શહીદોના પુરાવા માંગે છે. પ્રસાદે આગળ કહ્યું કે, રાહુલ ગાંધીએ રાફેલ મામલામાં ચોકીદાર ચોર છે એવું કહ્યું હતું, પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી તો તેમણે માફી માંગી લીધેલી.

રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસનો પરિચય 4-C પર આધારિત છે. કટ, કમિશન, કરપ્શન અને કોંગ્રેસ, પ્રસાદે કહ્યુ કે રાહુલની સમસ્યા એ છે કે તેમને વોટ નથી મળતા, જ્યાં જાય છે ત્યાં હારનો સામનો કરવો પડે છે. કર્ણાટકની ચૂંટણીમાં સહાનુભૂતે મેળવવા માટે તેમણે જાણી જોઇને આવું કર્યું હતું. તેઓ નખ કાપીને શહીદ બનાવવા માંગે છે.

રવિશંકરે સવાલ પુછીને કહ્યુ હતું કે, કોંગ્રેસ પાસે વકીલોની મોટી ફોજ છે તો તેઓ સુપ્રીમ કોર્ટ કેમ ન ગયા? કોંગ્રેસે કોર્ટમાંથી સ્ટે લેવાની કોશિશ કેમ ન કરી? શું તેનો મતલબ એ સમજવો કે રાહુલને લઇને કોંગ્રેસમાં જો કોઇ રાજકારણ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp