આ રાજ્યમાં કોંગ્રેસે કર્યો સરકાર બનાવવાનો દાવો

PC: twitter.com/INCIndia

કોંગ્રેસ પાર્ટીએ ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. કોંગ્રેસના રાજ્યપાલ મૃદુલા સિન્હાએ એક લેટર લખીને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પાર્ટીએ કહ્યું હતું કે, ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસૂઝાના નિધન બાદ વિધાનસભામાં BJPના 13 ધારાસભ્ય છે. મનોહર પારિકરના નેતૃત્વવાળી સરકાર લોકોનો વિશ્વાસ ખોઇ ચૂકી છે. એવામાં જો પાર્ટી અલ્પમતમાં છે, તેને સરકારમાં રહેવાનો કોઇ હક નથી.

તેમણે લેટરમાં લખ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે, હાલની સરકારને બર્ખાસ્ત કરવામાં આવે અને સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને સરકાર બનાવવાની તક આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ગોવાના પૂર્વ ઉપ મુખ્યમંત્રી ફ્રાન્સિસ ડિસૂઝાનું હાલમાં જ નિધન થયું હતું. 64 વર્ષીય ડિસૂઝા કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમનો અમેરિકામાં ઇલાજ થયો હતો. તેઓ 1999મા કોંગ્રેના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, પરંતુ પછી તેઓ BJPમા શામેલ થઇ ગયા હતા.

તેઓ 2002, 2007, 2012 અને 2017મા વિધાનસભા માટે ચૂંટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp