PM મોદી માટે ગંદી ભાષા વાપરનાર મણિશંકર અય્યરને સસ્પેન્ડ કરાયા

PC: indiatoday.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અત્યંત ગંદી ભાષામાં નીચ શબ્દોનું ઉચ્ચારણ કરનારા કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર અય્યરને કોંગ્રેસે કારણ બતાવો નોટીસ આપી કોંગ્રેસનાંં પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હોવાનું કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટવિટર પર જણાવ્યું હતું. 

મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદીને નીચ કિસ્મ કા આદમી હૈ જેવાં અભદ્ર અને અત્યંત ખરાબ શબ્દોમાં ઉતારી પાડતું નિવેદન કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસનાં નેતા સામે ફિટકાર વરસવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને રણદીપ સુરજેવાલાએ મણિશંકર અય્યરને માફી માંગવા માટે કહ્યું હતું. મણિશંકરે વડાપ્રધાન મોદીની માફી માંગી હતી પરંતુ પોતાની વાતને વળગી રહ્યા હતા. બાદમાં કોંગ્રેસે મણિશંકર અય્યરને સીધી શો કોઝ નોટીસ ફટકારી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

અત્રે નોંધનીય છે કે મણિશંકર અય્યરે 2014ની લોકસભા ચૂંટણી વખતે પણ વડાપ્રધાન મોદી માટે કહ્યું હતું કે ચા વેચનાર માણસની ઓકાત નથી દેશનાં વડાપ્રધાન બનવાની. મણિશંકરે ફરી એક વાર ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને આવી જ રીતે અભદ્રભાષાનો પ્રયોગ કરી મોટાપાયા પર ડેમેજ કરી નાખતા કોંગ્રેસે આ વખતની ભૂલ પીએમની માફી બાદ પણ માફ ન કરી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. મણિશંકરે આવી ખરાબ ભાષા વાપરી તેને પણ કોંગ્રેસને નુકશાન કરવાની રણનીતિનાં ભાગરૂપે જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.