દુઃખદાયક તસવીરઃ કોરોના પીડિતનું મૃત્યુ થતા એમ્બ્યુલન્સ છોડીને ભાગ્યા લોકો

PC: intoday.in

કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે. આખા વિશ્વમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. આખા વિશ્વમાં અત્યાર સુધી 1 કરોડ 78 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 6 લાખ 85 હજારથી વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે, તો ભારતમાં 17 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 37 હજારથી વધારે લોકો મોતને ભેટી ચુક્યા છે. ત્યારે લોકોમાં તેને લઈને ડર જોવા મળી રહ્યો છે. ઘણી એવી તસ્વીરો સામે આવે છે, જે આપણા રુવાંડા ઊભા કરી દે છે. કેટલાક સમય પહેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને તેને કોરોના હોવાનું ધારીને તેની પત્ની અને બાળકોની મદદે કોઈ ન આવ્યું અને એ મહિલાએ લારીમાં લઈ જઈને પતિના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. તો હવે એવી ઘટના સામે આવી છે કે, બિહારમાં એક કોરોના દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દર્દીનું મોત થઈ જતાં સ્વાસ્થ્યકર્મીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા. આ ઘટના કોરોનાનો લોકોમાં કેટલો ડર છે એ દર્શાવે છે.

કોરોના મહામારીના ડરે લોકો વચ્ચેની માનવતાને પણ મરી પરવારી છે. બિહારના સુપોલમા સારવાર માટે લઈ જવામાં આવતા કોરોના સંક્રમિત દર્દીનું મોત થઈ જતા સ્વાસ્થ્યકર્મીઓ એમ્બ્યુલન્સ છોડીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના સુપોલ જિલ્લાના ત્રિવેણીગંજની છે. અહીં COVID હોસ્પિટલમાં જઈ જવા દરમિયાન એમ્બ્યુલન્સમાં જ એક કોરોના પીડિત દર્દીનું મોત થઈ ગયું. તેનાથી એ એમ્બ્યુલન્સમાં રહેલા સ્વાસ્થ્યકર્મી એટલા બધા ગભગરાઈ ગયા કે એ લોકો એમ્બ્યુલન્સ છોડીને જ ભાગી ગયા. દર્દીનું મોત થતા જ હોસ્પિટલ પરિસરમાંથી એમ્બ્યુલન્સકર્મી તેને છોડીને ભાગી નીકળ્યા.

ઘટનાની જાણકારી આપતા પેટા વિભાગીય હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. આર. પી. સિન્હાએ જણાવ્યું હતું કે, કોરોના પીડિતને છાતાપુર PHC સેન્ટરથી લાવીને અહીં એડમિટ કરવામાં આવ્યો હતો. દર્દીના મોત બાદ એમ્બ્યુલન્સમાં તેની પત્ની બેસી રહી પરંતુ, કોઈ તેની પાસે સંભાળ લેવા પણ ના આવ્યું. કોરોના પીડિતના મોત બાદ કલાકો સુધી અફરાતફરીનો માહોલ હોસ્પિટલમાં બનેલો રહ્યો. તો ત્રિવેણીગંજ હોસ્પિટલના સંચાલકે કહ્યું કે, મૃતકની પત્ની જે કોરોના પોઝિટિવ છે, તેને હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. કોરોના પીડિતનું શવ આમ ખુલ્લામાં પડી રહેવું એ રાજ્ય સ્વાસ્થ્ય વ્યવસ્થાના દાવાઓની પોલ ખોલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp