IMAએ ડૉ.હર્ષવર્ધન પાસે માંગ્યો જવાબ, કહ્યું- પતંજલિની ઇવેન્ટમાં રામદેવ સાથે...

PC: twitter.com/Ach_Balkrishna

નવી દિલ્હીમાં 19 ફેબ્રુઆરીના રોજ યોગ ગુરુ બાબા રામદેવે કોરોનિલ પર એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આ દરમિયાન દવા સાથે જોડાયેલા પેપર્સ પણ જાહેર કર્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન સાથે કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા. યોગગુરુ રામદેવની Patanjali Ayurveda Ltdની એક ઇવેન્ટમાં સામેલ થવા પર ઇન્ડિયન મેડિકલ એસોસિએટ (IMA)એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પર સવાલ ઉઠાવી દીધા છે. ભારતમાં મોડર્ન સાયન્ટિફિક સિસ્ટમે આ કાર્યક્રમમાં જઈને ડૉક્ટર સાથે સંબંધિત આચાર સંહિતતાનું ઉલ્લંઘન કર્યું છે.

IMA પદાધિકારીઓના સંદર્ભે અંગ્રેજી અખબાર Telegraphનો રિપોર્ટ ગણાવવામાં આવ્યો હતો. મંત્રીઓ (નીતિન ગડકરી સાથે સ્વાસ્થ્ય મંત્રી પણ હતા)ની આડમાં જે રીતે રામદેવનું બેનર દર્શાવવામાં આવ્યું અને દાવો (WHO દ્વારા પ્રમાણિત દાવો) કરવામાં આવ્યો હતો, તેની ખોટી જ અસર પડી. સોમવારે જાહેર થયેલા IMAના અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રી દ્વારા ગેર વૈજ્ઞાનિક દવાને ખોટી વધારી ચઢાવીને રજૂ કરવી અને WHO દ્વારા ફગાવવું ભારતની જનતા માટે બેઈજ્જતી અને ફટકો છે.

વકૌલ IMA રાષ્ટ્રીય અધ્યક્ષ જોનરોસ ઓસ્ટિન કહ્યું કે, અમે પૂછી રહ્યા છીએ કે આખરે તેઓ ત્યાં કેમ ગયા? તો સંસ્થાના મહાસચિવ જયેશ લાલ અમે પૂછી રહ્યા છીએ કે અમે કોરોના મહામારીના મધ્યમાં છીએ, જો લોકો મંત્રી સાથે આ કાર્યક્રમને ટીવી પર જોશે અને દવા ખરીદશે ત્યારે? ઉલ્લેખનીય છે કે 19 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં બાબા રામદેવે કોરોનાના ઉપચાર માટે કથિત દવાઓ કોરોનિલ (પહેલા ઇમ્યુનિટી બુસ્ટર હતી)ને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ આ દરમિયાન દવા સાથે જોડાયેલા કેટલાક રિસર્ચ પેપર્સ પણ જાહેર કર્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે તે 158 દેશોમાં જવા માટે તૈયાર છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન સાથે કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનિલને લઈને વિવાદ ત્યારે વધી ગયો, જ્યારે રામદેવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે તે હવે CoPP-WHO, GMP પ્રમાણિત છે, જ્યારે WHOએ ટ્વીટ કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે તેમણે કોઈ પણ પારંપારિક દવાને પ્રમાણિત કરી નથી અને ન તો સમીક્ષા કરી છે. તમને જણાવી દઈએ કે CoPPનો અર્થ સર્ટિફિકેટ ઓફ ફાર્માસ્યુટીકલ પ્રોડકટ થાય છે. જય લાલ અને લેલેએ કહ્યું કે, બેનર (પતંજલિ) તરફથી WHO અને GMPનું નામ લેવામાં આવ્યું હતું, તેનાથી તો એમ જ લાગે છે કે ખોટી ઇમ્પ્રેશન ઉત્પન્ન કરવામાં આવી કે આ ઉત્પાદન WHO સર્ટિફાઇડ છે. IMAને દેશમાં ડૉકટરોની સૌથી મોટી સંસ્થા માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp