દંપતિની હત્યાઃ જ્યારે પાળતૂ શ્વાને સંબંધીઓના ઘરે પહોંચાડી ખબર

PC: indiatimes.com

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક પાળતૂ શ્વાનનો કિસ્સો હેરાન કરનારો છે. જ્યારે તેના માલિકની હત્યા થઈ ગઈ તો શ્વાને કંઇક એવું કરી દેખાડ્યું કે તેના વિશે તમે અંદાજો પણ નહીં લગાડી શકો. હત્યા થયા પછી શ્વાન સગા સંબંધી પાસે પહોંચી અનોખી રીતે તેમને ચેતવણી આપે છે.

મુરાદાબાદના પીપલ ટોલા મોહલ્લામાં રહેનારા 30 વર્ષીય મોહિત વર્માના લગ્ન થોડા વર્ષ પહેલા મોના વર્મા સાથે થયા હતા. લગ્ન પછી બંને તેમનું દાંપત્ય જીવન ખૂબ જ સારી રીતે પસાર કરી રહ્યા હતા. મોહિતના મકાનના થોડા અંતરે જ તેના ભાઈ સંજયનું ઘર છે. સોમવારે મોડી રાતે મોહિતનો પાળતૂ શ્વાન જિંજર એકલો જ ભાઈ સંજયના ઘરે પહોંચી જાય છે અને ત્યાં જઈ જોર જોરથી ભસવા લાગે છે.

તેને જોઈ સંજય અને તેનો પરિવાર હેરાન થઈ જાય છે કે પહેલીવાર શ્વાન જિંજર એકલો કઈ રીતે તેમના ઘર સુધી પહોંચી ગયો. સંજયે મોહિતને કોલ કર્યો. પણ મોહિતનો કોલ રીસિવ થયો નહીં તો તેણે પોતાના દીકરાને મોહિતના ઘરે મોકલ્યો. સંજયના દીકરાએ ત્યાં જઈ જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો છે અને અંદર મોહિત અને તેની પત્ની મૃત અવસ્થામાં છે. મોહિતન ફોઈ જયવતી પણ સૂચના મળતા પોતાના ભત્રીજાના ઘરે પહોંચી જાય છે.

ભીડ જમા થવા પર પાડોસીઓએ પોલીસને ડબલ મર્ડરની સૂચના આપી. ડબલ મર્ડરની સૂચના મળતા જ મુરાદાબાદ ઝોનના આઈજી રમિત શર્મા અને એએસપી અમિત પાઠક પણ ઘટના સ્થળે પહોંચી જાય છે. પૂછપરછ કરવા પર હજુ સુધી હત્યાનું કોઇ કારણ સામે આવ્યું નથી. મૃતકના ભાઈ સંજયે જણાવ્યું કે, રાતે ઘરની બહાર જમીને બેઠા હતા કે અચાનક મોહિતનો શ્વાન જિંજર આવી જાય છે. મેં મારા દીકરાને કહ્યું કે આજે અચાનક આ કઇ રીતે આવી ગયો. તેને પાણી આપ. પણ તે અજીવ વર્તન કરી રહ્યો હતો.

સંજયે જણાવ્યું કે, મેં મારા ભાઈને ફોન કર્યો પણ તેનો ફોન રીસિવ થયો નહીં તો મેં મારા દીકરાને ભાઈના ઘરે મોકલ્યો. તેણે જણાવ્યું કે દરવાજા ખુલ્લા છે. અંદર જઈ જોયું તો બંને જમીન પર મૃત અવસ્થામાં હતા. પોલીસ અનુસાર, ઘરની અંદરનો સામાન અસ્ત વ્યસ્ત હતો. ફોરેન્સિંગ ટીમને બોલાવી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને 5 ટીમો આ કેસ અંગે તપાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp