નો બચ્ચા પ્લીઝ: શહેરોમાં દંપત્તિ બાળકનો મોડો જન્મ આપે છે

PC: economist.com

પહેલાનો સમય હતો કે લગ્ન થાય પછી એક કે બે વર્ષમાં બાળકનો જન્મ થતો હતો પરંતુ આજે લગ્નના છ કે સાત વર્ષ પછી બાળકનો જન્મ થતો નથી. આ સ્થિતિ ગુજરાતના શહેરોમાં ઉદ્દભવી છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં એક કે બે વર્ષે બાળક પેદા કરવામાં આવે છે. સર્વેક્ષણના આંકડા રાજ્યના શહેરો માટે ચોંકાવનારા છે.

શહેરી વિસ્તારમાં નવયુગલ કે જેઓ બન્ને નોકરી કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય તો લગ્નના ઘણાં વર્ષો સુધી તેઓ બાળક ઇચ્છતા નથી. એથી વિપરિત સ્થિતિ ગામડામાં છે. લગ્ન પછીના બીજા વર્ષે અથવા ત્રીજાવર્ષે પહેલા સંતાનને દંપત્તિ જન્મ આપે છે. ભલે બાળકો પેદા કરવામાં શહેરી દંપત્તિઓ આળસુ હોય, ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે જૂની પરંપરા પ્રવર્તી રહી છે.

આંકડા સ્પષ્ટ છે કે બાળવસતી એટલે કે 0 થી 6 વર્ષની આયુ ધરાવતા બાળકો સૌથી વધુ ગામડામાં જોવા મળે છે. રાજ્યમાં બાળવસતીના આંકડા જોઇએ તો છ વર્ષ સુધીના કુલ 77.77 બાળકો નોંધાયેલા છે જે પૈકી ગ્રામીણ વિસ્તારના આ જૂથના બાળકોની સંખ્યા 48.25 લાખ છે જ્યારે શહેરી વિસ્તારમાં 29.52 લાખ બાળકો નોંધાયા છે. બન્ને વચ્ચેને તફાવત મોટો છે. બીજી તરફ દસ વર્ષ પહેલાં આ જૂથના બાળકોની સંખ્યા 75.32 લાખ હતી તેમાં 3.25 ટકાની વૃદ્ધિ જોવા મળે છે. 1961માં 46.58 કુલ બાળકોની સંખ્યા હતી.

ગુજરાતમાં બીજી મહત્વની બાબત એવી સામે આવી છે કે પુરૂષ કરતાં મહિલાની સંખ્યા વધુ હોય તેવા બે જિલ્લા છે. આ બે જિલ્લા પૈકી ડાંગમાં 1000 પૂરૂષની સરખામણીએ 1006 મહિલા અને તાપીમાં 1000 પુરૂષની સરખામણીએ 1007 મહિલા જોવા મળી છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં મહિલાઓનું પ્રમાણ આખા દેશને અચરજ પમાડે તેવું છે.

શિક્ષિત વિસ્તાર ગાંધીનગર જિલ્લાની હકીકત જોઇએ તો શહેરી વિસ્તારમાં છ વર્ષ સુધીના બાળકોની સંખ્યા 30691 હતી જેની સામે ગ્રામ્ય વિસ્તારમાં બાળકોની સંખ્યા 46082 હતી. એ જ પ્રમાણે અમદાવાદના શહેરી વિસ્તારોમાં બાળકોની વસતી 312430 હતી જ્યારે ગ્રામીણ વિસ્તારની બાળવસતી 76298 જોવા મળી છે. એનો સીધો મતલબ એ થયો કે નાના બાળકોનો જન્મ ગુજરાતમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp