પૂર્વ MLA ચેન્નામાનેનીની ભારતીય નાગરિકતા કોર્ટે કેમ રદ કરી? જર્મન નાગરિક માન્યા

PC: facebook.com/ramesh.chennamaneni

કોર્ટે તેલંગાણાના પૂર્વ ધારાસભ્ય ચેન્નમનેની રમેશની નાગરિકતા ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ચેન્નામનેની પોતાને ભારતીય નાગરિક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુનાવણી દરમિયાન તેને જર્મન નાગરિક માનવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ B. વિજયસેન રેડ્ડીએ ચેન્નામાનેની રમેશની અરજી ફગાવી દીધી છે. તેમણે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી. જેમાં તેમની ભારતીય નાગરિકતા રદ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. અરજી ફગાવી દેતાં કોર્ટે ચેન્નામાનેની રમેશ સામે 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે વેમુલાવાડાના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય આદિ શ્રીનિવાસને 25 લાખ રૂપિયા ચૂકવવા જોઈએ. બાકીના 5 લાખ રૂપિયા તેલંગાણા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને આપવા જોઈએ.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, તેલંગાણા કોંગ્રેસ સરકારના વ્હીપ આદિ શ્રીનિવાસ 2009થી રમેશના ભારતીય નાગરિકત્વના દાવા પર સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમણે સૌથી પહેલા ચેન્નામાનેની રમેશની દલીલોને પડકારતી સમીક્ષા અરજી કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ દાખલ કરી. ચેન્નામાનેની રમેશ પાસે જર્મન નાગરિકત્વ હતું અને તેમણે 31 માર્ચ 2008ના રોજ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.

કોર્ટે કહ્યું કે ચેન્નામાનેની રમેશ જર્મનીથી એવો કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નથી, કે જે સાબિત કરે કે તેઓ હવે ત્યાંના નાગરિક નથી રહ્યા. ન્યાયાધીશે કહ્યું કે, ભૂતપૂર્વ ધારાસભ્ય ઘણી વખત જર્મની ગયા હતા અને જર્મન નાગરિકતા હોવા છતાં તેઓ વેમુલાવાડાના ધારાસભ્ય હતા.

ચેન્નામનેની રમેશ રાજેશ્વર રાવના પુત્ર છે. રાજેશ્વર રાવ તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાતા પહેલા અવિભાજિત આંધ્રપ્રદેશ રાજ્યમાં CPIના ફ્લોર લીડર હતા. ચેન્નમનેની રમેશ TDPની ટિકિટ પર 2009માં પહેલીવાર વેમુલાવાડાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વતી 2010માં પેટાચૂંટણી જીતી હતી. આ પછી તેમણે 2014 અને 2019ની વિધાનસભા ચૂંટણી જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp