સાડી પહેરી મોં ઢાંકી કોર્ટ પહોંચી અમીષા પટેલને આ કેસમાં 500 રૂપિયા દંડ કર્યો

PC: twitter.com

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલને રાંચી સિવિલ કોર્ટમાં ચેક બાઉન્સ કેસમાં 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે. અમીષા પર છેતરપિંડીનો આરોપ મુકવામાં આવ્યો છે.

અમીષા પટેલ પર ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવાના નામે અજય સિંહ સાથે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. અજય કુમાર સિંહ વતી કંપનીના મેનેજર ટિંકુ સિંહ સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા.

પરંતુ અમિષા પટેલના વકીલ દ્વારા તેમની ઉલટ તપાસ કરવામાં આવી ન હતી. અમીષા પટેલના વકીલ ટાઈમ પિટિશન આપી રહ્યા હતા. આ કારણસર કોર્ટે દંડ ફટકાર્યો છે. સિવિલ કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીએન શુક્લાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમીષા પટેલ અગાઉ બે વખત કોર્ટમાં હાજર થઈ ચૂકી છે.

અમીષા પટેલના વકીલ જયપ્રકાશ કોર્ટ પાસે આગામી તારીખની માંગ કરી રહ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું કે તેમને પ્રમાણિત કોપીની જરૂર છે. એટલે સુનાવણી માટે આગામી તારીખ આપવામાં આવે.

બીજી તરફ કોર્ટમાં અજય સિંહ તરફથી સાક્ષી હાજર હતા. સાક્ષીની ઉલટ તપાસ માટે હવે 7 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે.

અમીષા પટેલ પર ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવાના નામ પર અજય સિંહ સાથે 2.50 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. અજય સિંહનું કહેવું છે કે બંને વચ્ચે જે કરાર થયો હતો. તે મુજબ જ્યારે ફિલ્મ જૂન 2018માં રીલિઝ ન થઇ તો અમીષા પાસેથી અજય એ પૈસા પાછા માંગ્યા હતા. ઘણા વિલંબ પછી, ઓક્ટોબર 2018માં 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપવામાં આવ્યા હતા, જે બાઉન્સ થયા હતા. આ પછી અજય સિંહે રાંચી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર વર્ષ 2001માં રીલિઝ થઇ હતી. આ તે વખતની સુપર હિટ ફિલ્મ રહી હતી. ફિલ્મે તે વતે 250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

હવે 23 વર્ષ પછી 'ગદર 2' 11 ઓગસ્ટે રીલિઝ થઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં સની અને ઉત્કર્ષ શર્મા બોર્ડર પર દોડતા જોવા મળે છે. સની દેઓલ  તારા સિંહની ભૂમિકામાં, અમીષા પટેલ સકીનાના રોલમાં જોવા મળશે અને ઉત્કર્ષ તેના પુત્ર જીતના રોલમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp