કોર્ટે જાણો EDને શું કહીને AAP MLA અમાનતુલ્લા ખાનને મુક્ત કરવાનો આદેશ કર્યો
રાઉઝ એવન્યુ ખાતેની એક વિશેષ અદાલતે ગુરુવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ AAP ધારાસભ્ય અને દિલ્હી વક્ફ બોર્ડ (DWB)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અમાનતુલ્લા ખાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી EDની ચાર્જશીટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે, આ કેસમાં આરોપી નેતા સામે કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નથી. કોર્ટે AAP નેતાને જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પૂરક ચાર્જશીટ તરીકે દાખલ કરવામાં આવેલી આ જ પ્રકારની ફરિયાદમાં, કોર્ટે આરોપી તરીકે નામ આપવામાં આવેલી મહિલા વિરુદ્ધ EDના આરોપો અનુમાન પર આધારિત હોવાનું શોધી કાઢ્યું હતું અને તેને સમન્સ આપવાનો ઇનકાર કર્યો હતો. આ કેસ ખાનના કાર્યકાળ દરમિયાન સંબંધિત બોર્ડમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલો છે.
વિશેષ ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહે 22 પાનાનો આદેશ આપ્યો હતો. તેમાં કોર્ટે કહ્યું હતું કે, ગુના માટે સંજ્ઞાન માત્ર એક જ વાર લેવામાં આવે છે. જો કે, આરોપી- 6 (અમાનતુલ્લા ખાન) સામે SPC (પૂરક કાર્યવાહીની ફરિયાદ) દાખલ કરવામાં આવી છે, જે ચોક્કસપણે જાહેર સેવક છે, તેથી, વધારાની સુરક્ષા તરીકે CrPCની કલમ 197(1) હેઠળ મંજૂરી પર વિચારણા કરવી પડશે, જેના વિના સંજ્ઞાન લઈ શકાતું નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જો સરકારી વકીલની દલીલો સ્વીકારવામાં આવે છે, તો તે મંજૂરીની જોગવાઈની વિરુદ્ધ હશે અને તે પણ સુપ્રીમ કોર્ટના કેસ 'ED વિ. વિભુ પ્રસાદ આચાર્ય અને અન્ય' કેસમાં નિર્ધારિત કાયદાનું ઉલ્લંઘન છે.
કોર્ટે કહ્યું કે, રેકોર્ડ તપાસતા એવું જાણવા મળે છે કે, ખાન વિરુદ્ધ આ પ્રકારની કોઈ મંજૂરીને રેકોર્ડ પર રાખવામાં નથી આવી. આવી રીતે, CrPCની કલમ 197(1) હેઠળ મંજૂરી ન હોવાને કારણે અમાનતુલ્લા ખાન સામે PMLAની કલમ 3 અને કલમ 4 હેઠળ દંડનીય અપરાધ પર સંજ્ઞાનને નકારી કાઢવામાં આવે છે. કોર્ટે ખાનને રૂ. 1 લાખના અંગત બોન્ડની ચૂકવણી પર જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. વિશેષ ન્યાયાધીશે જણાવ્યું હતું કે, આ સંજોગોમાં આરોપીને વધારે સમય અટકાયત કરેલો રાખવો ગેરકાયદેસર અટકાયત સમાન હશે, જ્યારે CrPC ની કલમ 197 (1) હેઠળ જરૂરી મંજૂરીની ગેરહાજરીમાં સંજ્ઞાનનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેની પાસે બોન્ડ ભરાવીને, કોર્ટે સુનિશ્ચિત કર્યું કે, આગળ મંજુરી મળવા પર તેને કોર્ટમાં હાજર રહેવા માટે ફરજ પાડી શકાય. EDએ 2 સપ્ટેમ્બરે તેમની ઓખલા સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp