26th January selfie contest

PMએ Covaxin વેક્સીન મૂકાવી છે, આપણે Covishield વેક્સીન મૂકાવીએ છીએ, જાણો ફરક

PC: twimg.com

ભારતમાં જેમ જેમ કોરોનાએ સ્પીડ પકડી છે, તેમ તેમ લોકોની વચ્ચે વેક્સીનેશનને લઇ જિજ્ઞાસા પણ વધી છે. એવામાં હવે દેશમાં ઘણાં લોકો કોરોના રસી લેતા થયા છે. જો તમને જાણ હોય તો દેશના મોટાભાગના લોકોને સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી Covishield આપવામાં આવે છે. જ્યારે દેશના નેતાઓ ભારતમાં બનેલી ભારત બાયોટેકની Covaxin લઇ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ભારત બાયોટેકની Covaxinનો બીજો ડોઝ લઇ લીધો છે. જાણ હોય તો તેમણે માર્ચ મહિનામાં પહેલો ડોઝ લીધો હતો. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી.

ખેર, ભારતમાં લોકો Covishieldની સરખામણીમાં Covaxinને વધારે ભાર આપી રહ્યા છે. કારણ એ છે કે, ભારતના પ્રધાનમંત્રી અને એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ Covishield વેક્સીન લીધી નથી. લોકોનું કહેવું છે કે, જ્યારે દેશના પ્રધાનમંત્રી અને એમ્સના ડિરેક્ટર Covishieldના સ્થાને Covaxinની પસંદગી કરી રહ્યા છે તો જરૂર કોઇ વાત હશે.

ભારતમાં અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધારે લોકોનું રસીકરણ થઇ ગયું છે અને કરોડો ડોઝ અન્ય દેશોને મોકલવામાં આવી છે. ટ્રાયલના પરિણામના આધારે બે વેક્સીનને અપ્રૂવ કરવામાં આવી હતી. SIIની Covishield અને ભારત બાયોટેકની Covaxin. મેડિકલ જર્નલ લેંસેટે આ બંને વેક્સીનોનું રિવ્યૂ કર્યું છે. બંને રસી સેફ છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના માપદંડોથી વધારે સારી છે. Covishield અને Covaxin બંનેમાં શું અંતર છે અને કઇ સારી છે, જાણો.

કઇ રીતે કામ કરે છે બંને વેક્સીનઃ

Covaxin- આ એક ઈનએક્ટિવેટેડ વેક્સીન છે એટલે કે મૃત કોરોના વાયરસથી બનાવવામાં આવી છે. તેના માટે ભારત બાયોટેકે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં આઇસોલેટ કરવામાં આવેલા કોરોના વાયરસના સેમ્પલનો ઉપયોગ કર્યો. જ્યારે આ વેક્સીન લગાવવામાં આવે છે તો ઈમ્યુન સેલ્સ મૃત વાયરસને ઓળખી લે છે અને તેની સામે એન્ટીબોડી બનાવી લે છે. વેક્સીનની બે ડોઝ 4 અઠવાડિયાના અંતરે આપવામાં આવે છે અને તેને 2 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે સ્ટોર કરી શકાય છે.

Covishield- આ વેક્સીનને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ મળીને ડેવલપ કરી છે. જેને ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તૈયાર કરી રહી છે. આ રસી સામાન્ય શરદી-ખાંસી વાળા વાયરસના એક નબળા રૂપથી બની છે. જેને મોડીફાઇ કરીને એક કોરોના વાયરસ જેવું દેખાતું બનાવાયું છે પણ તેનાથી બીમારી થતી નથી. જ્યારે રસી લાગે છે તો તે ઈમ્યુન સિસ્ટમને કોઇ કોરોના વાયરસ સંક્રમણથી લડવા માટે તૈયાર કરે છે. આ વેક્સીનના બે ડોઝમાં 4 અને 12 અઠવાડિયાનો અંતર લાગે છે. તેને પણ 2 ડિગ્રીથી 8 ડિગ્રીની વચ્ચે સ્ટોર કરી શકાય છે.

કેટલી અસરકારક છે બંને વેક્સીન

ભારત બાયોટેકે 3 માર્ચના રોજ ત્રીજી ટ્રાયલના પરિણામ બહાર પાડ્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે Covaxinએ 81 ટકા ક્લિનિકલ અસરકારકતા દેખાડી છે. આ વેક્સીન ટ્રાયલ દરમિયાન સેફ હતી અને કોઇપણ વોલિંટયરને સીરિયસ સાઇડ ઈફેક્ટ થયા નથી.

ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાના ઈન્ટરનેશનલ ટ્રાયલમાં વેક્સીન 90 ટકા સુધી અસરકારક સાબિત થઇ. આ પરિણામ ત્યારે મળ્યું જ્યારે લોકોને હાફ ડોઝ પહેલા અને પછી ફુલ ડોઝ આપવામાં આવ્યો.

બંનેમાંથી કઇ સારી?

લેંસેટે કહ્યું છે કે Covaxin બે રીતના બૂસ્ટર યૂઝ કરે છે, એવામાં અન્ય ઈનએક્ટિવેટેડ SARS-CoV-2 રસીની સરખામણીમાં સારી સાબિત થઇ શકે છે. ચીનની બે કંપનીઓ પણ આ રીતે જ રસી બનાવી, પણ તેમાં એક બૂસ્ટર છે. જોકે, Covishield સાથે તેની તુલના કરી શકાય નહીં, કારણ કે બંને રસી અલગ અલગ બેઝ પર બનાવવામાં આવી છે. બંનેમાંથી કઇ રસી સારી છે, તેની જાણ તો ઈમ્યુન રિસ્પોન્સ પર લાંબી રિસર્ચ પછી જ થઇ શકે.

પહેલો ડોઝ Covaxin અને બીજો Covishieldનો લઇ શકાય?

ભૂલથી પણ આવું કરતા નહીં. બંને રસી અલગ અલગ છે અને શરીરના ઈમ્યુન રિસ્પોન્સ પર તેની અસર જુદી જુદી છે. માટે વેક્સીનેશન દરમિયાન તમારે એક જ વેક્સીનના ફુલ ડોઝ લગાવવા જોઇએ. જો બંને ડોઝ અલગ અલગ રસીના થયા તો શરીર પર તેની ખરાબ અસર થઇ શકે છે. આ ઉપરાંત કોરોના સામે રક્ષણ પણ મળશે નહીં. ભારતમાં રસીકરણ દરમિયાન એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે પહેલો અને બીજો ડોઝ એક જ કંપનીનો લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp