31 મેએ લોકડાઉન હટ્યું તો જુલાઈ મધ્ય સુધીમાં દેશમાં કોરોના કેસ ચરમ પરઃ વિશેષજ્ઞ

PC: toiimg.com

દેશમાં જો લોકડાઉન 31 મે પછી હટાવી દેવામાં આવે તો કોરોના સંક્રમણના મામલાને ચરમ પર પહોંચવામાં જુલાઈના મધ્ય સુધીનો સમય લાગશે. એક જાણીતા મહામારી વિશેષજ્ઞએ આ વાત કહી છે. પાછલા 2 મહિનામાં કરવામાં આવેલા લોકડાઉન છતાં દેશમાં કોરોનાના કેસો વધ્યા છે. પબ્લિક હેલ્થ ઓફ ઈન્ડિયાના પ્રોફેસર ડૉ. આર. બાબૂએ કહ્યું કે, વૈશ્વિક સ્તરની સરખામણીમાં દેશમાં કોરોના વાયરસથી મરનારાઓનો ચાર્ટ નિશ્ચિતપણે હાલમાં નીચેની તરફ જઈ રહ્યો છે.  WHOની સાથે લગભગ 6 વર્ષ સુધી કામ કરનારા ડૉ.બાબૂ કર્ણાટકમાં પોલિયો સંક્રમણને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું છે કે, દેશમાં વાયરસનું સ્થાનાંતરણ અમુક હદે કાબૂમાં કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, જો 30મેના રોજ લોકડાઉનને હટાવવામાં આવે છે તો આપણે જુલાઈના મધ્યમાં લગભગ સંક્રમણના પીક પર રહેશું. કારણ કે તેના માટે તમારે ત્રણ ઈન્ક્યુબેશન પીરિયડમાંથી પસાર થવું પડે છે. જે લગભગ અઢી મહિના બેસે છે. આટલો સમય એ જાણવા માટે પર્યાપ્ત રહેશે કે નિયંત્રિત કરવાની સ્થિતિમાં આ બીમારી કઈ રીતે ફેલાઈ છે. એ કહેવું ઉતાવળ રહેશે, પણ હવે ભારતમાં અનિયંત્રણ જેવું ક્યારેય રહેશે નહીં. કારણ કે જો તમે લોકોને આજે પણ આઝાદ કરી દો છો તો તેઓ વાયરસ ફોબિયાના કારણે તેઓ એ કામ કરશે નહીં જે પહેલા કરતા હતા.

તેમણે કહ્યું કે, આપણી પાસે સંક્રમિતોના વધારો એ સ્થિતિની સરખામણીમાં ઓછો રહેવાની સંભાવના છે, જે સ્થિતિ શરૂઆતમાં જ કશુ નહીં કરવા પર બની શકતી હતી. પ્રોફેસરે કહ્યું કે, હવે કોરોના સંક્રમણ શહેરોથી ગામો તરફ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જ જઈ રહ્યો છે. આ વાયરસ દુનિયાભરમાં 51 લાખથી વધારે લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. આ આંકડો રોજ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 1,25,101 થઈ ચૂકી છે. પાછલા 24 કલાકમાં કોરોનાના રૅકોર્ડ તોડ 6654 નવા કેસ સામે આવ્યા છે અને 137 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 3720 લોકોના મોત થયા છે. જોકે, 51,784 દર્દી સાજા થઈ ચૂક્યા છે. ભારતમાં રિકવરી રેટ સુધરીને 41.39 ટકાએ પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp