26th January selfie contest

માણસ માટે સારું નથી ગૌમૂત્ર, ભેંસનું મૂત્ર વધારે પ્રભાવી: IVRI રિપોર્ટ

PC: dnaindia.com

હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અનેક અવસરો પર ગાયની પૂજા પણ હિન્દુ ધર્મમાં કરવામાં આવે છે. ગાયનું દૂધ, ગોબર અને મૂત્રને પણ ખૂબ પવિત્ર માનવામાં આવ્યું છે. પ્રાચીન કાળથી જ આપણાં પૂર્વજ ગાયના ગોબર અને મૂત્રનો ઉપયોગ અલગ-અલગ કામોમાં કરતા આવી રહ્યા છે. માન્યતા છે નિયમિત રૂપે ગૌમૂત્ર પીવાથી અનેક બીમારીઓથી બચાવી શકે છે. ગૌમૂત્ર માટે પ્રાચીન કાળથી જ મહત્ત્વ બનેલું છે, પરંતુ હાલમાં જ ગૌમૂત્રને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો છે.

ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થા (IVRI)એ દાવો કર્યો છે કે તાજા ગૌમૂત્રમાં સંભવિત રૂપે હાનિકારક બેક્ટેરિયા હોય શકે છે. તેમણે પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો કે, કોઈ પણ વ્યક્તિ સીધી રીતે ગાયનું ગૌમૂત્ર પીતા બચવું જોઈએ, જે તેને બીમાર કરી શકે છે. આ જ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગાય નહીં ભેંસનું મૂત્ર વધારે પ્રભાવી છે. IVRIમાં P.hd કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંસ્થાના ભોજ રાજ સિંહના નેતૃત્વમાં કરવામાં આવેલી સ્ટડીમાં જાણવા મળ્યું કે ગાયો અને સાંઢોના મૂત્રમાં એસ્ચેરિચિયા કોલાઈની ઉપસ્થિતિ સાથે લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે. જે પેટમાં સંક્રમણનું કારણ બની શકે છે, એટલે કોઈએ સીધી પીતા બચવું જોઈએ.

આ વિદ્યાર્થીઓનો રિપોર્ટ ઓનલાઇન વેબસાઇટ રિસર્ચગેટમાં પ્રકાશિત થયો છે. મહામારી વિજ્ઞાન વિભાગના પ્રમુખે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે, ગાય, ભેંસ અને મનુષ્યોના 73 મૂત્રના નમૂના એનાલિસિસથી ખબર પડે છે કે ભેંસના મૂત્રમાં જીવાણુરોધી ગતિવિધિઓ ગાયોની તુલનામાં ઘણી વધારે હતી. તેમણે કહ્યું કે, અમે સ્થાનિક ડેરી ફર્મોથી ત્રણ પ્રકારની ગાયો સાહિવાલ, થારપારકર અને વિંદાવાની (ક્રોસ બ્રીડ)ના નમૂના એકત્ર કર્યા, સાથે જ ભેંસ અને મનુષ્યોના નમૂના પણ લેવામાં આવ્યા.

જૂન અને નવેમ્બર 2022 વચ્ચે કરવામાં આવેલા રિસર્ચથી નિષ્કર્ષ નીકળ્યું કે, સ્વસ્થ વ્યક્તિઓના મૂત્રથી મોટો અનુપાત સંભવિત રોગજનક બેક્ટેરિયા લઈ જાય છે. જો કે, અમારા રિસર્ચમાં જે પ્રમુખ વાત જાણવા મળી છે તે કે કોઈ પણ સ્થિતિમાં મનુષ્યો માટે ગૌમૂત્રની ભલામણ નહીં કરી શકાય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp