એન્જિન નંબર બદલીને વેચી દેતા, ક્રેટા, બ્રેઝા, હોન્ડા સહિત 29 ચોરાયેલી કાર મળી

PC: aajtak.in

UPના રાયબરેલીમાં પોલીસે 29 લક્ઝુરિયસ વાહનોની ચોરી કરનારા અડધો ડઝન એવા શાતિર ચોરોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. જ્યારે સદર કોતવાલી પોલીસ અને SOGની ટીમને બાતમીદાર પાસેથી ચોરો આવ્યાની માહિતી મળી ત્યારે ટીમે આ વિસ્તારના ગોરા બજાર પાવર હાઉસની પાછળથી ચોરાયેલી બે કાર સાથે અડધો ડઝન લોકોની ધરપકડ કરી હતી.

પકડાયેલા ગુનેગારોના ઈશારે પોલીસે 29 લક્ઝુરિયસ કાર કબજે કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ શાતિર ચોરો કારની રેકી કરીને ચોરી કરતા હતા અને તેના એન્જીન નંબર અને ચેસીસ નંબર બદલીને નકલી રજીસ્ટ્રેશન કરાવીને સામાન્ય માણસને વેચતા હતા.

હાલ તેના અડધો ડઝન સાગરિતો ફરાર છે, જેમની શોધ ચાલી રહી છે, ટૂંક સમયમાં તેઓ પણ પોલીસના સકંજામાં આવી જશે. તમે તસવીરમાં એક લાઈનમાં પાર્ક કરેલા જે વાહનો જોઈ રહ્યા છો તે કોઈ શોરૂમમાં નથી પરંતુ રાયબરેલીના પોલીસ અધિક્ષકની ઓફિસના પરિસરમાં છે.

આ વાહનો દિલ્હી, નોઈડા અને અન્ય શહેરોમાંથી ચોરવામાં આવ્યા હતા અને રાયબરેલીમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. જિલ્લાની SOG ટીમ અને સદર કોતવાલી પોલીસ ટીમને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે, ગોરા બજાર પાવર હાઉસ પાસે કેટલાક લોકો હાજર છે અને તેઓની પાસે ચોરી કરેલી કારોં છે.

માહિતી મળતાની સાથે જ પોલીસની સંયુક્ત ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને અડધો ડઝન લોકોની ધરપકડ કરી હતી, જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેઓએ પડોશના એક વેરહાઉસમાં 31 લક્ઝરી વાહનોની હાજરીની માહિતી આપી હતી. ચોરો પાસેથી જપ્ત કરાયેલા વાહનોમાં Creta, Brezza, Amaze, Honda City, Severley Cruze, Hyundai, I20 જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.

જ્યારે પકડાયેલા લુટારુઓની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, તેમની પાસે 12 લોકોનું જૂથ છે. તે લોકો દિલ્હી, NCR, નોઈડા વગેરે શહેરોમાંથી વાહનોની રેકી કરે છે, અને તેમની ચાવીમાંથી ક્લોન બનાવીને વાહનોની ચોરી કરે છે.

આરોપીઓએ જણાવ્યું કે, તેઓ ખોવાયેલા વાહનોના એન્જીન નંબર અને ચેસીસ નંબર ચોરેલી એ જ મોડલની કારમાં મૂકે છે અને નકલી દસ્તાવેજો બનાવીને લખનઉ અને નજીકના શહેરોમાં વેચે છે.

પોલીસે તેમની પાસેથી એક લેપટોપ, ચાવીઓનો ગુચ્છો, પ્રિન્ટર વગેરે કબજે કરી તેમના ફરાર સાથીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp