320 રૂપિયામાં માથા પર વાળ ઉગાડવાની ખબર ફેલાતા લાઈનો લાગી, લોકો મૂંડન કરાવી...

PC: livedainik.com

ઉત્તર પ્રદેશના મેરઠમાં 20 રૂપિયામાં માથા પર વાળ ઉગાડવાની દવા લેવા માટે ભીડ એકઠી થઈ હતી. જે લોકો તમામ પ્રયાસ કર્યા પછી પણ વાળ ખરતા રોકવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓ અહીં લાઈનમાં ઉભા રહ્યા છે. તેમને ખાતરી હતી કે, જો તેઓ દવા લગાવવાના 20 રૂ. અને 300 રૂપિયાનું તેલ ખરીદશે તો તેમના માથા પર વાળ ઉગી જશે. પ્રથમ તો એમ જ લાઈનમાં ઉભા રહીને માથા પર દવા લગાવવામાં આવી રહી હતી, પરંતુ ભીડ એટલી બધી વધી ગઈ હતી કે, નાસભાગ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે લોકોને ટોકન આપીને લાઈનમાં ઉભા કરવામાં આવ્યા હતા.

બિજનૌરના રહેવાસી સલમાન અને અનીસ રવિવારે તેમના મિત્રો સાથે વાળ ઉગાડવાની દવા લઈને લિસાડી ગેટ વિસ્તારની સમર કોલોનીમાં આવેલા શૌકત બેન્ક્વેટ હોલમાં પહોંચ્યા હતા. તેઓ દાવો કરે છે કે, વાળ વગરના માથા પર દવા લગાવવાથી અને ત્યાર પછી તેલ લગાવવાથી વાળ ઉગવાનું ચાલુ થશે. છેલ્લા એક સપ્તાહથી આ અંગે પ્રચાર ચાલી રહ્યો હતો. મેરઠમાં દવા લગાવવાનો સમય રવિવાર અને સોમવારે જણાવવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હીમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે દવા લગાવવામાં આવશે.

રવિવારની સવાર પડતાની સાથે જ, જે જગ્યા બતાવવામાં આવી હતી તે જગ્યાએ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. દવા લગાવનારાઓએ એમ પણ કહ્યું કે, જેઓ દવા તેમના માથા પર લગાવવા માંગે છે તેમણે તેમના તમામ વાળ કપાવી નાંખવા જોઈએ. આ પછી ભીડ નજીકના વાળંદની દુકાનો પર પહોંચી ગઈ. ત્યાર પછી કેટલાક વાળંદને બેન્કવેટ હોલમાં બોલાવવામાં આવ્યા હતા અને ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. પહેલા લોકોને ટોકન આપવામાં આવ્યા અને તેમના વાળ કપાવવા માટે લાઈનમાં બેસાડવામાં આવ્યા. આ પછી તેમને દવા લેવા માટે મોકલવામાં આવ્યા હતા. માથા પર વાળ ઉગાડવાની દવા લગાવવા માટે 20 રૂપિયા લેવામાં આવી રહ્યા હતા અને સાથે 300 રૂપિયાની તેલની બોટલ પણ આપવામાં આવી રહી હતી. જો કે, વહીવટીતંત્ર આ સમાચારથી તદ્દન અજાણ છે અને આયોજકો પણ ભીડ એકત્ર કરવા માટે કોઈ પરવાનગી બતાવી શક્યા નથી.

વાળ ઉગાડવા માટે માથા પર દવા લગાવનાર અનીસે જણાવ્યું કે, તે બિજનૌરનો રહેવાસી છે અને તે અહીં વાળ ઉગાડવાની દવા લગાવવા માટે આવ્યો છે. ખુબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ભારતનો કોઈ ખૂણો એવો નથી કે, જ્યાંથી લોકો અમારી પાસે દવા લગાવવા ન આવતા હોય. હાલમાં મેરઠમાં રવિવાર અને સોમવાર અને દિલ્હીમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે દવાઓ લગાવી આપવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, આ દવા માત્ર દિલ્હીમાં જ લગાવી આપવામાં આવે છે અને બાકીની દવાઓ પણ દિલ્હીમાં જ લગાવી આપવામાં આવશે, પરંતુ હાલમાં જ મેરઠમાં તેની શરૂઆત કરવામાં આવી છે. જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમની પાસે પરવાનગી છે કે કેમ, તો તેમણે કહ્યું કે અમને ખબર નથી, જેમણે અમને બોલાવ્યા છે તેમને ખબર હશે. અનીસે જણાવ્યું કે, સલમાન લાંબા સમયથી દિલ્હીમાં દવાઓ લગાવી રહ્યો છે. તેને ખબર નથી કે પરવાનગી લેવામાં આવી હતી કે નહીં, તેને તો બોલાવવામાં આવ્યો હતો અને તે દવા લગાવવા માટે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp