અમે ભૂલ્યા નથી, અમે માફ કર્યા નથીઃ પુલવામા શહીદોને CRPFએ આ રીતે કર્યા યાદ

PC: tosshub.com

પાકિસ્તાનના નાપાક કૃત્યને કારણે આ દિવસે આપણે આપણાં 40 સૈનિકોને ગુમાવી દીધા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાનું આજે એક વર્ષ પુરૂ થયું છે અને દેશ શહીદ સૈનિકોને સલામ કરી રહ્યો છે. CRPFએ પણ પોતાના સૈનિકોને યાદ કર્યા અને લખ્યું છે કે, 'અમે ભૂલી ગયા નથી, અમે છોડ્યા નથી. 14 ફેબ્રુઆરીએ જ્યારે હુમલો થયો હતો ત્યારે પણ CRPFએ કંઈક આવું જ ટ્વિટ કર્યું હતું.

શુક્રવારે CRPFએ ટ્વિટ કરીને લખ્યું છે કે ' તુમ્હારે શોર્ય કે ગીત, કર્કશ શોર મેં ખોયે નહીં, ગર્વ ઇતના થા કી હમ દેર તક રોયે નહીં. આગળ લખ્યું  કે અમે ભૂલી ગયા નથી, અમે માફ કર્યા નથી. પુલવામામાં દેશ માટે જીવન આપનારા અમારા ભાઈઓને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે ઉભાં છીએ. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં CRPF પર હુમલો કર્યો હતો. એક વાહન બોમ્બથી સજ્જ થઇને આવ્યું  અને CRPFના કાફલા સાથે અથડાયું હતું. ત્યારબાદ થયેલા વિસ્ફોટમાં 40 સૈનિકો માર્યા ગયા.

જે પ્રકારનું ટ્વીટ આજે કરવામાં આવ્યું છે, આવું જ કંઈક પાછલા વર્ષે કરવામાં આવ્યું હતું. જ્યારે આખો દેશ સૈનિકોના ગમમાં ડૂબ્યો હતો. ત્યારે CRPFએ ઉત્સાહિત થવા માટે એક ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં લખ્યું હતું કે, 'આપણે ભૂલી નહીં જઈશું, આપણે માફ કરીશું નહીં. અમે પુલવામામાં શહીદ થયેલા સૈનિકોને સલામ કરીએ છીએ અને તેમના પરિવારો સાથે છીએ. આ વિકૃત ગુનાનો બદલો લેવામાં આવશે.

સેનાએ પુલવામા પર હુમલો કરનારા આતંકવાદીઓને તાત્કાલિક મારવાનું શરૂ કરી દીધું હતું. 100 કલાકમાં જ, પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ અને જૈશનો સ્થાનિક આતંકવાદી, કામરાન માર્યો ગયો. આના થોડા દિવસો પછી, 27 ફેબ્રુઆરીએ, ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એક હવાઈ હુમલો કર્યો, જેમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા.

આ સિવાય તે આતંકવાદીઓ કે જેમનું નામ પુલવામાના આતંકી હુમલા સાથે સંકળાયેલું છે, પણ તેઓને ખતમ કરવામાં આવ્યા હતા. આમાં આદિલ અહમદ દાર, મુદસીર ખાન, કામરાન અને સજ્જાદ ભટ્ટ જેવા નામ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp