આજે સાંજે આ રાજ્યોમાં આવી શકે છે તોફાન, સાવધાન રહેજો, મોસમ વિભાગે આપ્યું એલર્ટ

PC: Twitter.com

વાવઝોડું સાગર પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ 18 કિમી પ્રતિ કલાકની સ્પીડથી વધી રહ્યું છે પરંતુ તેના સાથે આવનારો પવન 80 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડે વધી રહી છે. માનવમાં આવી રહ્યું છે કે આગામી 12 કલાક સુધી દરિયામાં એત ચક્રવાતી તોફાન બની રહેશે. તેવામાં હવાઓની ગતિ વધવાની સંભાવના છે.

મોસમ વિભાગના કહેવા પ્રમાણે આ તોફાન અડધી રાતે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ વધશે. વાવાઝોડાને લીધે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, દિલ્હી અને તેની આસપાસના વિસ્તાર, પશ્ચિમ યુપીમાં આગામી ત્રણ દિવેસમાં તોફાન-વાવાઝોડા સાથે આવવાની સંભવના છે. તે સિવાય વિભાગે તામિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપમાં ચક્રવાતી તોફાન સાગરના આવવાની ચેતવણી આપવાની આપી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તોફાને કારણે યુપીના ઘણા વિસ્તારો પ્રભાવિત થશે. વિભાગે પોતાના મોસમ પૂર્વાનુમાનમાં કહ્યું છે કે યુપીના ઉત્તરીય વિસ્તારમાં વરસાદ સાથે તોફાન આવવાની સંભાવના છે. તે સિવાય સમુદ્રમાં ચાલતા જહાજોને કહેવામાં આવ્યું છે કે પોતાનો રસ્તો બદલી નાખે અથવા બંદર પર તોફાન થમવાની રાહ જોય. વાવાઝોડું સાગરને નબળું પડવા સુધી માછીમારોને કહેવામાં આવ્યું છે કે તેઓ સમુદ્રમાં માછલી પકડવા ન જાય. અરબ સાગર થી ખાડી દેશ જનારા જહાજો માટે આદેશ આપવામાં આવ્યો છે કે તે ગુજરાતના તટીય ક્ષેત્રો પર રોકાઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp