અયોધ્યા વિવાદ: આજથી સુપ્રીમ કોર્ટમાં થશે રોજ સુનાવણી, જાણો આ 10 વાતો

PC: ndtv.com

સુપ્રીમ કોર્ટ અયોધ્યાની રામ –જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદ પર આજથી રોજ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આ વિવાદને આસ્થાની રીતે નહીં પણ જમીન વિવાદ તરીકે જોવામાં આવશે. હાઈકોર્ટે તેના નિર્ણયમાં અયોધ્યાના 2.77 એકરના આ વિવાદીત સ્થળને ત્રણ પક્ષો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી ખાડા અને ભગવાન રામ લલાની વચ્ચે વહેંચવાનો આદેશ આપ્યો છે.

 રામ જન્મભૂમિ સાથે જોડાયેલી દસ બાબતો...

  1. સુપ્રીમ કોર્ટ આ કેસમાં સૌથી પહેલા અ નક્કી કરશે કે ત્રણેય પક્ષો કઈ કઈ બાબતો પર વિવાદ કરવા માંગે છે અને આ વિવાદની રૂપરેખા શું છે. જજ દિપક મિશ્રા, અશોક ભૂષણ અને અબ્દુલ નજીરની બેંચ આ કેસની સુનાવણી કરશે.
  2. 8 માર્ચે સુપ્રીમ કોર્ટ અને રજીસ્ટ્રારની સામે થયેલી મિટીંગમાં તમામ પક્ષોએ જણાવ્યું હતું કે લેખિત કામકાજ હવે લગભગ પૂરું થઈ ગયું છે.
  3. રામાયણ, રામચરિતમાનસ અને ગીતા જે હાઈકોર્ટમાં હતા તેના અનુવાદનું કામ પણ પૂરું થઈ ગયું છે.
  4. 9 હજારથી વધારે પાનાનું હિન્દી,પાલી, અરબ, પારસી, સંસ્કૃત વગેરે જેવી સાત ભાષાઓનું અંગ્રેજીમાં અનુવાદનું કામ પુરું થઈ ગયું છે. કોર્ટના આદેશ પર આ કામ ઉત્તરપ્રદેશની સરકારે કર્યું છે.
  5. સુન્ની વક્ફ બોર્ડના વકીલ સિબ્બલ સિવાય અન્ય મેમ્બરોએ માંગ કરતા જણાવ્યું છે કે ઓછામાં ઓછા સાત જજોની બેંચ આ કેસની સુનાવણી કરે.
  6. ઉત્તર પ્રદેશના સેન્ટ્રલ શિયા બોર્ડે આ વિવાદનું સમાધાન કરતા ન્યાયાલયને જણાવ્યું હતું કે અયોધ્યામાં વિવાદીત સ્થળથી અમુક અંતર પર મસ્જિદનું નિર્માણ કરી શકાય છે.
  7. રામમંદીર માટે કરવામાં આવેલા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર 1992 માં અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી નાખવામાં આવી હતી.
  8. અલહાબાદ કોર્ટે 30 સપ્ટેમ્બર, 2010 માં અયોધ્યા ટાઈટલ વિવાદમાં એક નિર્ણય કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વિવાદીત જમીનને ત્રણ હિસ્સામાં વહેંચવામાં આવે. જેમાં જે જગ્યાએ રામની મૂર્તિ છે ત્યાં રામમંદીર બનાવવામાં આવે, સીતા રસોઈ અને રામ ચબૂતરો નિર્મોહી અખાડાને આપવામાં આવે અને બારીની ત્રીજા ભાગની જમીન સન્ની વક્ફ બોર્ડને આપવામાં આવે.
  9. સુપ્રીમકોર્ટમાં અયોધ્યાની વિવાદીત જમીન પર રામલલા અને હિંદુ મહાસભાએ સુપ્રિમ કોર્ટમાં અરજી આપી જ્યારે બીજી બાજૂ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે હાઈકોર્ટના નિર્ણય વિરૂધ્ધ એક અરજી દાખલ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp