ડલ્લેવાલ તબીબી સહાય લેવા સંમત, 14 ફેબ્રુઆરીએ MSP પર કેન્દ્ર સાથે વાત કરશે

છેલ્લા એક વર્ષથી હરિયાણા-પંજાબ સરહદ પર ધરણા પર બેઠેલા ખેડૂતો કેન્દ્ર સરકાર સાથે કોઈ નક્કર વાત બનતી જોવાઈ રહી છે. ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ ગયા વર્ષે 26 નવેમ્બરથી આમરણાંત ઉપવાસ પર છે. મધ્યરાત્રિની આસપાસ તેઓ તબીબી સહાય સ્વીકારવા સંમત થઇ ગયા હતા અને તેમને બાટલા ચડાવવામાં આવ્યા હતા. આ પહેલા, કેન્દ્ર સરકારના એક પ્રતિનિધિએ શનિવારે ખેડૂત નેતાઓની મુલાકાત લીધી હતી. માંગણીઓ પર ચર્ચા કરવા માટે તેમને આવતા મહિને ચંદીગઢ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે, દિલ્હી-પંજાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1 ટૂંક સમયમાં ખુલવાની અપેક્ષા રાખવામાં આવી છે. જો આવું થશે, તો હજારો લોકોને આનાથી રાહત મળશે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રિય રંજનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ડલ્લેવાલને મળ્યું. તેમણે યુનાઇટેડ કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા (KMM)ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. મીટિંગ પછી, પ્રિયા રંજને ખેડૂત નેતા ડલ્લેવાલને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવા વિનંતી કરતો ઠરાવ વાંચી સંભળાવ્યો. આ ઉપરાંત, ખેડૂત નેતાઓને 14 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યે મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સેક્ટર-26, ચંદીગઢ ખાતે બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ ખેડૂત નેતા ડલ્લેવાલ અને SKM (NP) અને KMM સંયોજક સરવન સિંહ પંધેરને સંબોધીને મોકલવામાં આવ્યું હતું.
પ્રિયા રંજને કહ્યું, 'અમે ડલ્લેવાલજીના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત છીએ. બંને મંચોના નેતાઓ અને ડલ્લેવાલજીને મળ્યા પછી, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કેન્દ્રીય મંત્રીઓ અને પંજાબ કેબિનેટ મંત્રીઓ સાથે ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. આ ફેબ્રુઆરી 2024માં યોજાનારી બેઠકોની શ્રેણીમાં હશે.' આ બેઠક માટે 14 ફેબ્રુઆરીની તારીખ પસંદ કર્યાનું સમજાવતા, એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં 9 ફેબ્રુઆરી સુધી આચારસંહિતા લાગુ છે. આ પછી, કેન્દ્રીય બજેટ 12-13 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. તેથી અગાઉની મુલાકાત શક્ય નહોતી.
આ અંગે ડલ્લેવાલે કહ્યું, 'જો ભૂખ હડતાળ પર બેઠેલા 121 ખેડૂતો મને કહે, તો હું તબીબી સહાય લઈશ પણ કાનૂની ગેરંટી તરીકે MSPની સૌથી મહત્વપૂર્ણ માંગ પૂરી ન થાય ત્યાં સુધી કંઈ ખાઈશ નહીં.' આના થોડા સમય પછી તરત, ભૂખ હડતાળ પર બેઠેલા 121 ખેડૂતોએ ડલ્લેવાલને તબીબી સહાય સ્વીકારવા વિનંતી કરી અને તેઓ સંમત થઇ ગયા. પછી તેમને બાટલા ચઢાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp