આવી વહુ કોઈને ન મળે, સસરાને મૃત દેખાડીને પચાવી પાડી કરોડોની પ્રોપર્ટી, સસરાએ...

PC: bhaskar.com

કાનપુરમાં ફિલ્મ ‘કાગજ’ની કહાની જેવી જ એક બીજી ઘટના સામે આવી છે. દીકરાના નિધન બાદ વહુએ સસરાને મૃત જાહેર કરીને કરોડોની સંપત્તિ પચાવી પાડી છે. એટલું જ નહીં કેટલીક ગંભીર કલમો હેઠળ કેસ નોંધાવી દીધા છે. પીડિત વૃદ્ધ ગુરુવારે ન્યાય માટે ધરણાં પર બેસી ગયો અને શરીર પર લખ્યું કે, હું જીવિત છું. હવે પોલીસ વિભાગ હરકતમાં આવ્યો છે અને ઇમરજન્સીમાં તેના કેસને પૂર્ણ કરવા અને મકાનમાં હિસ્સો અપાવવાનો આદેશ જાહેર કરી દીધો છે.

રાયપુરવા એસિડ ફેક્ટ્રી કેમ્પસના ફ્લેટ નંબર-57મા રહેનારા 67 વર્ષીય શિવ કુમાર શુક્લા શુક્રવારે બપોરે કાનપુર કમિશનર વિજય સિંહ મીણાના કાર્યાલય બહાર અર્ધનગ્ન હાલતમાં ધરણાં પર બેસી ગયો હતો. તેના શરીર પર લખ્યું હતું કે, હું જીવિત છું. તેણે જણાવ્યું કે તેનો દીકરા સંદીપ શુક્લાએ વહુ અર્પણાથી કંટાળીને વર્ષ 2019મા ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ વહુએ તેને કાગળોમાં મૃત દેખાડીને દોઢ કરોડની સંપત્તિ પોતાના નામે કરાવી લીધી.

તેણે વિરોધ કર્યો તો છેડછાડ સહિત કેટલાક કેસ દખાલ કરાવી દીધા. ત્યારબાદ મકાન દબંગ વકીલોએ વેચી દીધું, જ્યારે કેસ કોર્ટમાં લંબિત છે અને વકીલ મકાન ખાલી કરવા માટે સતત દબાવ બનાવી રહ્યા છે. ધરણાં પર બેસતા જ કાનપુર પોલીસ કમિશનરે કેસને ધ્યાનમાં લીધો અને કર્નલગંજ ત્રિપુરારી પાંડેને તપાસ સોંપી દીધી. તપાસમાં આરોપ યોગ્ય જોવા મળતા તેના નકલી કેસોને સમાપ્ત કરવાનો આદેશ રાયપુરવા પોલીસ સ્ટેશનમાં પોલીસને આપવામાં આવ્યો. ત્યારે જઈને વૃદ્ધ શિવકુમાર ધરણાં પૂરા કર્યા.

ધરણાં પર બેઠેલા વૃદ્ધે જણાવ્યું કે, તેને મૃત દેખાડીને વહુએ કરોડોની સંપત્તિ પચાવી પાડી. સાઠગાંઠમાં સામેલ વકીલ હવે તેને ધમકાવી રહ્યા છે. નકલી FIR નોંધાવી દીધી છે. જો હું મરી ચૂક્યો છું તો FIR કઈ રીતે નોંધાઈ. જો હું જીવિત છું તો પછી સંપત્તિ વહુએ કઈ રીતે પચાવીને વેચી નાખી. આ આખી બાબતને ધ્યાનમાં લઈને પોલીસે તપાસની શરૂઆત કરી દીધી અને નકલી કેસોને સમાપ્ત કરવાનો ભરોસો અપાવ્યો.

કેસની તપાસ કરી રહેલા ACP કર્નલગંજ ત્રિપુરારી પાંડે વૃદ્ધને ધરણાં પરથી ઉઠાડીને પોતાની ગાડીથી લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા. આખી ઘટનાને સમજી. ત્યારબાદ તેમણે પોતે પોતાના હાથોથી શરીર પદ ‘હું જીવિત છું’ લખેલું સાફ કર્યું. કેસ સમાપ્ત કરવાનો ભરોસો અપાવવા સાથે જ પોતાની ગાડીથી ઘરે પણ છોડવા ગયા. એટલું જ નહીં, વૃદ્ધને આશ્વાસન આપ્યું કે જો હવે કોઈ પણ તેની પાસેથી બળજબરીપૂર્વક મકાન ખાલી કરાવશે તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધીને સખત કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp