વકીલો સામે મહિલા IPSએ હાથ જોડેલા પણ ટોળુ તેમના પર જ તૂટી પડ્યું, જુઓ વીડિયો

PC: indiatimes.com

તીસ હજારી કોર્ટના કેમ્પસમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલી મારપીટનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં DCP મોનિકા ભારદ્વાજ હાથ જોડીને દેખાઈ રહ્યા છે અને વકીલોને શાંત થવાની અપીલ કરી રહ્યા છે, પણ વકીલોનું ટોળું તેમના પર જ તૂટી પડે છે અને મારપીટ કરવાનું શરૂ કરી દે છે. મોટા પ્રમાણમાં વકીલોનું ટોળું DCP મોનિકા અને તેના પોલીસકર્મીઓ પર હુમલો કરે છે. 2 નવેમ્બરે થયેલી આ ઘટનાનો અન્ય એક વીડિયો પણ સામે આવેલો, જેમાં પોલીસકર્મીઓ મોનિકા ભારદ્વાજને વકીલોથી બચાવી રહ્યા છે.

તેમણે આરોપ પણ લગાવ્યો છે કે, હિંસા દરમ્યાન તેમની જોડે મારપીટ કરવામાં આવી હતી. એટલું જ નહિ તેમની સર્વિસ રિવોલ્વર પણ છીનવી લેવામાં આવી હતી. જે હજુ સુધી મળી નથી.

આ મામલે પોલીસ પ્રવક્તા અનિલ મિત્તલે કહ્યું, મહિલા અધિકારીનું આ નિવેદન ઘટના મામલે તૈયાર કરવામાં આવી રહી FIRની સાથે જોડવામાં આવશે. તો મોનિકા ભારદ્વાજ જોડે થયેલી મારપીટનો વીડિયો સામે આવ્યા પછી મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું, હું આની નિંદા કરું છું.

જો તમને જાણ ન હોય તો, 2 નવેમ્બરના રોજ તીસ હજારી કોર્ટના કેમ્પસમાં વકીલો અને પોલીસ વચ્ચે પાર્કિંગ વિવાદને લઈને હિંસા થઈ હતી. જેમાં 21 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. સાથે અમુક વકીલોને પણ ઈજા થઈ હતી. ત્યાર પછી આ મામલે દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શન પણ કરેલું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp