મહારાષ્ટ્રમાં હલ્દીરામના ભોજનમાં મળી મૃત ગરોળી, આઉટલેટ બંધ

PC: magicbox.com

ખાણીપીણીની સામગ્રીની મોટી બ્રાન્ડ હલ્દીરામના મહારાષ્ટ્ર સ્થિત એક આઉટલેટમાં પીરસવામાં આવેલા ભોજનમાં ગરોળી મળી આવી હતી. ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસન (FDA)ના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, હાલ આઉટલેટને બંધ કરી દેવામાં આવ્યું છે.

આ ઘટના અજાની સ્ક્વેર સ્થિત આઉટલેટમાં મંગળવારની સવારની છે. વડા-સંભારમાં મળેલી મૃત ગરોળીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. FDAના સહાયક આયુક્ત (નાગપુર) મિલિંદ દેશપાંડેએ કહ્યું હતું કે, વર્ધામાં રહેતી એક વ્યક્તિ એક મહિલા સાથે આઉટલેટમાં પહોંચ્યો અને વડા-સંભાર મંગાવ્યો. જ્યારે તે ખાઈ રહ્યો હતો, ત્યારે તેને તેમાંથી મૃત ગરોળી મળી.

તેમણે આઉટલેટ સુપરવાઈઝરને આ અંગે ફરિયાદ કરી, જેણે વડા-સંભારને ફેંકી દીધા. દેશપાંડેએ જણાવ્યું હતું કે, બાદમાં બંને ગ્રાહકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જેમને સારવાર બાદ બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સાંજે સૂચના મલ્યા બાદ FDAની ટીમે હલ્દીરામના આઉટલેટની ચકાસણી હાથ ધરી હતી. અમેને તેમના રસોડામાં થોડી ખામીઓ જણાઈ હતી, આથી તે ખામીઓ દૂર થાય ત્યાં સુધી આઉટલેટને નિયમ અનુસાર બંધ કરવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp