મહિલાના નિધન બાદ ન મળી એમ્બ્યુલન્સ, શવ સ્ટ્રેચર પર મૂકી ઘરે લઇ ગયા

PC: livehindustan.com

કોરોના વાયરસનો કહેર આખા વિશ્વમાં વધતો જ જઈ રહ્યો છે. કોરોના વાયરસે આખા વિશ્વની દશા અને દિશા બદલી નાખી છે. લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો કેટલીક સંવેદનહિન તસવીરો પણ વારંવાર સામે આવતી રહે છે. એક જગ્યાએ કોરોનાના કારણે દર્દીનું મોત થઈ જતાં સ્વાસ્થ્યકર્મી દર્દીને એમ્બ્યુલન્સમાં જ છોડીને ભાગી ગયા તો, કેટલાક મહિનાઓ પહેલા એક એવી તસવીર સામે આવી હતી કે જેમાં એક કોરોના પીડિત દર્દીના નિધન બાદ દર્દીના શવને એક રિક્ષામાં લઈ જવામાં આવ્યું હતું. ત્યાં દર્દીના શવ સાથે બેઠેલી વ્યક્તિએ PPE કિટ પણ નહોતી પહેરી કે રિક્ષા ચાલક અને શવ સાથે બેઠેલા વ્યક્તિએ માસ્ક પણ સરખું પહેર્યું નહોતું. હવે એવી એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે કે જેમાં એક વૃદ્ધાનું મોત થઈ ગયું અને તેના પરિવારજનોને એમ્બ્યુલન્સની સુવિધા ન મળતા સ્ટ્રેચર પર જ શવને ઘરે લઈ ગયા.

વારાણસીમાં સ્વાસ્થ્ય વિભાગની સંવેદનહિન તસવીરો સામે આવી છે. જિલ્લાની વિભાગીય હોસ્પિટલમાં વૃદ્ધાના મોત બાદ પરિવારજનોને ડેડ બોડી ઘરે લઈ જવા માટે ગાડી ન મળી તો પરિવારજનો સ્ટ્રેચર પર મૃત મહિલાનું શવ લઈને જતાં રહ્યા. સ્વાસ્થ્ય વિભાગની સંવેદનહિનતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ, શુક્રવારે સવારે છોટી પીપરી વિસ્તારની રહેવાસી કલાવતી દેવીની તબિયત અચાનક બગડી ગઈ. હેમખેમ પરિવારજનો મહિલાને લઈને શિવ પ્રસાદ ગુપ્ત વિભાગીય હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલે પહેલા દર્દીની સારવાર માટે ના પાડી દીધી. ઘણા સંઘર્ષ બાદ સ્વાસ્થ્યકર્મીઓએ લગભગ 1 કલાક પછી મહિલાની સારવાર શરૂ કરી.

સાંજ થતાંની સાથે જ મહિલાની તબિયત વધારે બગડી તો ડૉક્ટરે તેને 2 ઇન્જેક્શનો આપ્યા. ઇન્જેકશન આપ્યા પછી થોડીવારમાં જ મહિલાનું મોત થઈ ગયું. મોત બાદ જ્યારે પરિવારજનોએ શવને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સની માંગણી કરી તો કલાકો સુધી રાહ જોયા છતાં તેમને એમ્બ્યુલન્સ ના મળી. ત્યારબાદ સ્ટ્રેચરની મદદથી જ તેના પરિવારજનો શવને લઈને ઘરે ગયા. સ્વાસ્થ્ય વિભાગની સંવેદનહિનતા અને બેદરકારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો વારણસી મુખ્ય ચિકિત્સા અધિકારીએ આ ઘટના પર તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કહી છે. શિવ પ્રસાદ ગુપ્ત વિભાગીય હોસ્પિટલના મુખ્ય ચિકીત્સા અધિક્ષક ડૉ. પ્રસન્નાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં શવને લઈ જવા માટે એમ્બ્યુલેન્સની વ્યવસ્થા નથી. શબ વાહિનીની મદદથી જ શવને લઈ જવાની વ્યવસ્થા છે. આ ઘટનામાં શબ વાહિનીને જાણકારી આપી દેવામાં આવી હતી પરંતુ, મૃતકના પરિવારજનોએ રાહ ન જોઈ અને સ્ટ્રેચર પર જ શવને લઈને જતાં રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp