જાણો ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાના ધમકીભર્યા મેલ કોણે મોકલેલા

PC: livemint.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારવાની ધમકી આપનાર E-mailનું કોકડું પોલીસે સોલ્વ કરી લીધું છે. દિલ્હી પોલીસના સાઈબલ સેલના અધિકારીઓનું કહેવું છે કે, તેમને એ ધમકી ભરેલા E-mail પાકિસ્તાનના વિદ્યાર્થીએ મોકલ્યા હતા. ગૌતમ ગંભીરને બે E-mail કરવામાં આવ્યા હતા, જેમાં તેમને જીવથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, આ બંને ધમકી તેમને ISIS કાશ્મીર તરફથી મળી હતી.

આ ધમકી બાદ ગૌતમ ગંભીરના ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. એક ન્યૂઝ ચેનલને દિલ્હી પોલીસના અધિકારી તરફથી જાણકારી મળી છે કે, ગૌતમ ગંભીરને બંને E-mail પાકિસ્તાનના કરાંચી શહેરથી મળ્યા હતા. તેમને આ E-mail શહીદ હમીદ નામના શખ્સ તરફથી કરવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે, આ યુવકની ઉંમર 20-25 વર્ષ વચ્ચે છે અને તે સિંધ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. ગૌતમ ગંભીરને મોકલવામાં આવેલા પહેલા E-mailમાં લખ્યું હતું કે અમે લોકો તમને અને તમારા પરિવારને મોતને ઘાટ ઉતારી દઇશું.

બીજા E-mailમાં ગૌતમ ગંભીરના ઘર બહારનો એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે, અમે તમને મારવા માગીએ છીએ પરંતુ તમે કાલે બચી ગયા. જો તમે પોતાની જિંદગી અને પોતાના પરિવારને પ્રેમ કરતા હો તો રાજનીતિ અને કાશ્મીર મુદ્દાથી દૂર રહો. હાલમાં તેમને ધમકીઓ આપવા પાછળ કોઈ મોટું ઉદ્દેશ્ય મળ્યું નથી. મોકલવામાં આવેલો વીડિયો યુટ્યુબ પરથી લેવામા આવ્યો હતો, જે સંભવતઃ નવેમ્બર 2020માં એક ગંભીરના સમર્થકે અપલોડ કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને આગામી કાર્યવાહી માટે નિષ્કર્ષોને કેન્દ્રીય ગુપ્ત ટીમો સાથે શેર કરવામાં આવશે.  

ગૌતમ ગંભીરે ISIS કાશ્મીર તરફથી ધમકી ભરેલા E-mail મળ્યા બાદ દિલ્હી પોલીસને આ બાબતે જાણકારી આપી હતી. ધમકી મળ્યા બાદ દિલ્હી સ્થિત તેમના ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, નાયબ પોલીસ કમિશનર (મધ્ય)ને મોકલવામાં આવેલી એક ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મંગળવારે રાતે લગભગ 9:32 મિનિટ પર ગૌતમ ગંભીરના સત્તાવાર E-mail ID પર ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp