સુરતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે તોપ ચલાવી, કરી પૂજા, જુઓ વધુ ફોટોઝ

PC: defenseworld.ne

ગુજરાતની મુલાકાતે આવેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે 51મી કે-9 વજ્ર-ટી તોપને સુરતના હજીરા સ્થિત L&T આર્મર્ડ સિસ્ટમના પરિસરમાં લીલી ઝંડી દેખાડી હતી.

સાથે જ રાજનાથ સિંહ પોતે તોપ પર સવાર પણ થયા હતા. તોપને હજીરા પરિસરની આસપાસ ચલાવી પણ હતી. કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે તોપ પર સાથિયો પણ પાડ્યો અને પૂજા કરી હતી.

આ તોપનું વજન 50 ટન છે અને તે 47 કિલોના ગોળાને 43 કિમી દૂર સુધી ફેંકી શકે છે. આ ઓટોમેટિક તોપ શૂન્ય ત્રિજ્યા પર પણ ફરી શકે છે.

મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ ભારતીય સેના માટે L&T કંપનીને 2017માં કે-9 વજ્ર-ટી 155મિમી/52 કેલીબર તોપોની 100 યુનિટ માટે 4500 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.

રક્ષા મંત્રાલય દ્વારા કોઈ ખાનગી કંપનીને આપવામાં આવેલો આ સૌથી મોટો સોદો છે. જેના હેઠળ 42 મહિનામાં આ તોપોની 100 યૂનિટ આપવાની રહેશે. તોપ પર રક્ષામંત્રીએ ચાંલ્લો કર્યો અને કંકુ વડે સ્વાસ્તિક પણ બનાવ્યો. પૂજા દરમિયાન તેમણે ફૂલ પણ ચઢાવ્યા અને નારિયેળ પણ ફોડ્યું.

આ તોપોને પશ્ચિમ સરહદે તૈનાત કરવામાં આવશે. જેના દ્વારા મોબાઈલ આર્ટિલરી ગનના મામલે પાકિસ્તાની યુદ્ધ ક્ષેત્રમાં આગળ રહી શકાય. વજ્ર સરહદ પર પાકિસ્તાનની 155M 109AS તોપોનો મુકાબલો કરશે. જે તોપો પાકિસ્તાનને અમેરિકાએ 2009માં અફઘાનિસ્તાન સરહદે યુદ્ધ દરમિયાન મદદ માટે આપી હતી.

વજ્ર સાઉથ કોરિયાની કંપની સાથે મળીને બનાવવામાં આવી છે. પણ તેમાં 50 ટકા સામગ્રી દેશી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp