કરફ્યૂ તોડીને મુસ્લિમ રિક્ષા ડ્રાઇવરે ગર્ભવતી હિન્દુ મહિલાને હોસ્પિટલ પહોંચાડી

PC: ndtv.com

અસમના હૈલાકાંડીમાં કરફ્યુ દરમિયાન સામ્પ્રદાયિક એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં એક મુસ્લિમ ઓટો ડ્રાઇવરે કરફ્યુ તોડીને પ્રસુતિ પીડા સહી રહેલી એક હિન્દુ મહિલાને હોસ્પિટલ પહોંચાડીને માનવતા મહેંકાવી હતી. મુસ્લિમ ઓટો ડ્રાઇવરે સમય પર મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદ કરી હતી, જ્યાં મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. મહિલાએ બાળકનું નામ ‘શાંતિ’ રાખ્યું છે. પોલીસ કમિશનરે મહિલાના પડોશી મકબુલ સાથે મુલાકાત કરી અને પોતાના દોસ્તની મદદ કરવા માટે અને જિલ્લામાં તણાવ ઓછો કરવા માટે આભાર માન્યો હતો.

પ્રસવ પીડા શરૂ થયા બાદ મહિલાના પતિ રુબન દાસે પોતાની પત્ની નંદિતાને હોસ્પિટલ લઇ જવા માટે વાહનની શોધ કરી હતી પરંતુ શહેરમાં કરફ્યુ હોવાને લીધે વાહન મળતું ન હતું. એ સમયે રૂબનના પાડોશી ઓટો રિક્ષા ડ્રાઇવર મકબુલ મદદ માટે સામે આવ્યો હતો. તેને કરફ્યુની પરવાહ કર્યા વિના નંદિતાને હોસ્પિટલ પહોંચાડી હતી.

ઉલ્લેખનીય છે કે અસમના હૈલાકાંડીમાં હાલ સ્થિત વિકટ બની છે. શુક્રવારે અહીં બે સંપ્રદાયો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક વ્યક્તિનું પોલીસ ગોળીબારીમાં મોત થયું હતું જ્યારે 15 લોકો ઘાયલ થયાં છે. રમખાણો દરમિયાન દંગાખોરોએ 15 વાહન અને 12 દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp