7 લોકો અફઘાનિસ્તાનથી દિલ્હી પેટમાં છૂપાવીને લાવ્યા 10 કરોડનું ડ્રગ્સ અને પછી...

PC: twimg.com

અફઘાનિસ્તાનથી ડ્રગ્સ (હેરોઇન) દિલ્હી લાવનારી ગેંગનો પર્દાફાશ થયો છે. આ લોકો ડ્રગ્સવાળી કેપ્સૂલ પેટમાં છૂપાવીને લાવતા હતા. તેના બદલામાં તેમને લાખ-લાખ રૂપિયા સુધી મળતા હતા. પરંતુ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સની મદદથી આ ગેંગના 7 લોકોની ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ બધાના પેટમાંથી 20થી 40 જેટલી કેપ્સૂલ મળી આવી હતી. સાતે વ્યક્તિના પેટમાં કૂલ મળીને 177 કેપ્સૂલો હતી. જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સની કુલ કિંમત 10 કરોડની આસપાસ છે. બીજા બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બંને વ્યક્તિઓ ભારતીય છે આ બંને વ્યક્તિઓ અફઘાનિસ્તાનથી આવતા 7 વ્યક્તિઓને રિસીવ કરવા આવ્યા હતા.

આ બધા લોકોની માદક પદાર્થ નિયંત્રણ (NCB) બ્યૂરોએ ધરપકડ કરી છે. આ વ્યક્તિઓ પર શંકા જતા તેમને તપાસ માટે રોકવામાં આવ્યા હતા. પરંતુ તેમના સામાનમાંથી કશું જ ન મળતા, તેમને સ્કેનિંગ અને એક્સ-રે માટે મોકલવામાં આવ્યા હતા. તેના રિપોર્ટ હેરાન કરનારા હતા. આ બધા વ્યક્તિઓના પેટમાં ડ્રગ્સવાળી કેપ્સૂલો દેખાઇ હતી. કેપ્સૂલો કઢાવવા માટે NCBએ તેમને લગભગ 10 ડઝન કેળા ખવડાવ્યા હતા.

આ બધુ જાણીને સવાલ થાય ને કે આ ગોળીઓ પેટમાં કઇ રીતે ગઇ હશે? તેની જાણકારી પણ આ ગેંગના લોકોએ આપી હતી. તેમના કહ્યા અનુસાર, મધ અને એક સ્પેશયલ તેલની મદદથી તેમના પેટમાં આ ગોળીઓ નાંખવામાં આવી હતી. આ લોકો અફઘાનિસ્તાનથી દિલ્હી સુધી કંઈ પણ ખાધા વિના આવ્યા હતા. તેમનો પ્લાન હતો કે તેમના પેટમાં રહેલી 177 ડ્રગ્સની કેપ્સૂલસ હોટેલમાં જઇને કાઢવામાં આવે. ડૉક્ટરોને રહમતુલ્લાહના પેટમાંથી 28, ફેઝના પેટમાંથી 38, હબીબુલ્લાહના પેટમાંથી અને વદૂદ બંનેના પેટમાંથી 15-15, ફઝલ અહમદના પેટમાંથી 37 અને નૂરજઇ કબીરના પેટમાંથી 26 ડ્રગ્સની કેપ્સૂલ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp