દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની દુબઈની રહસ્યમય મુલાકાતને લઈ વિવાદ સર્જાયો

PC: catchnews.com

દિલ્હીની આમ આદમી પાર્ટી ફરી એક વિવાદમાં સપડાઈ છે. દિલ્હીના એક મંત્રી બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે પણ ગણતરીના દિવસોમાં દુબઈની મુલાકાત લેતા દિલ્હીના રોહીણી વિસ્તારના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ ગંભીર આક્ષેપ કરીને ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે.

વિજેન્દ્ર ગુપ્તાએ ટવીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને આમ આદમી પાર્ટી સરકારના મંત્રીની દુબઈની મુલાકાતને લઈને ષડયંત્રની આશંકાઓ વ્યક્ત કરી છે. વિજેન્દ્ર ગુપ્તાએ ટવીટ કર્યું છે કે,

    • છેલ્લા સપ્તાહમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યન્દ્ર જૈન દુબઈ ગયા હતા.
    • તેમજ ડોર સ્ટેપ ડિલેવરીના કોન્ટ્રાક્ટર પણ દુબઈમાં રહે છે.
    • 10 દિવસના સમયગાળામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ એર ઈન્ડિયાની ફલાઈટ AI 995માં કોઈને જાણ કર્યા વિના દુબઈ ગયા હતા.
    • આમ આદમી પાર્ટી પણ મુખ્યમંત્રીની દુબઈ યાત્રાને છુપાવી રહી છે.
    • દેશ બહાર ગયા ત્યારે કોને મુખ્યમંત્રીનો કોને આપવામાં આવ્યો ?
    • નાયબ મુખ્યમંત્રી પણ દિલ્હીની બહાર છે.
    • દુબઈમાં કોને મળી રહ્યાં છે તે પણ છુપવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp