સ્કાયવોકના ઉદ્ઘાટન માટે આમંત્રણ ન મળતા કેજરીવાલે કરી ટ્વીટ અને લખ્યું કે...

PC: youthkiawaaz.com

દિલ્હીના ખૂબ વ્યસ્ત ગણાતા ચાર રસ્તા ITO પર સ્કાયવોકને ભલે દિલ્હી સરકારના PWDએ તૈયાર કર્યો છે પરંતુ 15 ઓક્ટોબરે થઈ રહેલા તેના ઉદ્ઘાટન સમારોહમાં ન તો CM કેજરીવાલને કે ન તો PWD મિનિસ્ટરને આમંત્રણ અપાયું છે. સ્કાયવોકનું ઉદ્ઘાટન કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પૂરી કરશે અને સમારોહની અધ્યક્ષતા ઉપરાજ્યપાલ અનીલ બૈજલ કરશે. આ સમારોહમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી પણ હજાર રહેશે.

આમંત્રણ પત્રની કોપી સામે આવ્યા પછી આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, 'કોઈ વાત નહીં, અમને તો કામ કરવા સાથે મતલબ છે. દિલ્હી સારું બનવું જોઈએ. દિલ્હીના લોકોની જિંદગીમાં સુધારો થવો જોઈએ બસ. ઉદ્ઘાટન તમને મુબારક.'

PWD મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનને જ્યારે આ વિષયમાં સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે કામ વહેંચાયેલા છે. મારું કામ સ્કાયવોકને બનાવવાનું હતું અને તેઓ આનું ઉદ્ઘાટન કરી લે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે કામમાં અડચણ ન ઊભી કરવામાં આવે અને કામ કરવા દેવામાં આવે. ઘણા બધા પ્રોજેક્ટ્સ બનાવી દઈશું અને તેઓ તેનું ઉદ્ઘાટન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp