સાસુ સાથે ઝઘડા પર કોર્ટની ટિપ્પણી: દરેક વખતે વહુ ખોટી હોય એ જરૂરી નથી

PC: lawtrend.in

ઘરમાં સાસુ અને વહુ વચ્ચે થનારી તુંતું મેંમેંની વાત કોઇ નવી નથી. તે એક સામાન્ય વાત છે. તેમાં પાડોશીઓ અને બાહ્ય લોકોની શાંતિ ભંગ થવાનો કોઇ આધાર જ બનતો નથી. આ વાત કોર્ટે પોતાના એક મહત્ત્વના નિર્ણયમાં કહી છે. દિલ્હીની તીસ હજારી કોર્ટ સ્થિત એડિશનલ સત્ર ન્યાયાધીશ મનીષ ખુરાનાની કોર્ટે આ કેસમાં વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ દ્વારા વહુ વિરુદ્ધ જારી CRPCની કલમ 107/111નો કલંદરા રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે, દરેક વખત વહુ ખોટી હોય, એ જરૂરી નથી. અહીં પોલીસે વિવેકના આધાર પર કામ લેવું જોઇતું હતું. ઘરના ઝઘડાને શાંતિ ભંગ કરવાનો આધાર બનાવવો જોઇતો નહોતો. કોર્ટે સાથે જ એમ પણ કહ્યું કે, SEMએ આ અંગે વહૂનો પક્ષ પણ ન સાંભળ્યો અને ન તો આ આખા મુદ્દા પર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. સીધી વહુને કટઘરામાં ઊભી કરીને તેને શાંતિ ભંગ કરવાની દોષી માનતા બોન્ડ ભરવાનો આદેશ આપી દીધો. અરજીકર્તાએ કોર્ટ સન્મુખ કહ્યું હતું કે, તેની પોતાની સાસુ સાથે 20 ડિસેમ્બર 2018ના દિવસે વિવાદ થઇ ગયો હતો.

સાસુએ પોલીસને ફોન કરી દીધો. પોલીસે વહુ વિરુદ્ધ શાંતિ ભંગ કરવાનો કલંદરા ફાડી દીધો. મહિલાને વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ એટલે કે SEM સમક્ષ રજૂ થવા માટે કહેવામાં આવ્યું. SEMએ આ મામલે વહુને દોષી ઠેરવતા 6 મહિનાની અવધિ માટે બોન્ડ ભરવાનો આદેશ આપી દીધો હતો. વહુએ આ આદેશને સેશન કોર્ટમાં પડકાર આપ્યો. કોર્ટે આ કેસને શાંતિ ભંગ થવાનો કેસ જ માનવાની ના પાડી દીધી.

સાસુ વહુના ઝઘડના કેટલાક જ્યોતિષીય ઉપાય:

સૂર્યોદય થયા પહેલા ઘરમાં ઝાડુ લગાવીને ઘરનો બધો કચરો બહાર ફેકી દો. તેનાથી ઘરની નેગેટિવ એનર્જી પણ બહાર થઇ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહેશે. તેનાથી સાસુ વહુ વચ્ચે ઝઘડા નહીં થાય.

વહુ રોજ સવારે જલદી ઊઠીને સ્નાન કરી લે અને પછી સૂર્યોદય થતા જ ગોળના પાણીવાળું જળ સૂર્યદેવને ચડાવે. તેમના આશીર્વાદથી ઘરમાં ખુશાલી આવશે અને ઝઘડા નહીં થાય.

મંગળવારે વહુ સોજીના હલવો બનાવીને મંદિર બહાર ગરીબોમાં વહેંચે અને સાસુને પણ ખવડાવે. સંબંધોમાં મીઠાસ આવશે.

સાસુ-વહુના ઝઘડા વધારે હોય તો બંને ગળામાં ચાંદીની ચેન પહેરે. એ સિવાય એક-બીજાને સફેદ રંગથી બનેલી વસ્તુને દાન કરે, એમ કરવા પર ઝઘડો ઓછો થાય છે.

સાસુ અને વહુ એક બીજાને પ્રેમથી 12 લાલ અને 12 લીલી કાંચની બંગડીઓ ભેટમાં આપે. એમ કરતી વખત બંનેના મનમાં કોઇ દુર્ભાવના ન હોય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp