શરમનજકઃ લોકોએ 30,000 રૂપિયાની કેરી ફેરિયા પાસેથી લૂંટી લીધી, જુઓ Video

PC: thelogicalindian.com

કહેવામાં આવે છે કે, સંકટનો સમય વ્યક્તિમાંથી સારા અને નરસા બંને પાસા દેખાડી દે છે. દિલ્હીમાં આ રીતનો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ડઝનો જેટલા માણસોએ રસ્તાના કિનારે કેરી વેચતા ફેરિયાના સ્ટોલમાંથી કેરીઓ લૂંટી લીધી. જે લોકોના અમાનવીયતાનો નમૂનો રજૂ કરે છે.

કેરી વેચનારા છોટે અનુસાર, જે જગતપુરી વિસ્તારમાં કેરી વેચે છે તેણે જણાવ્યું કે, પાડોશમાં એક ઝઘડો શરૂ થયો હતો. સ્કૂલની પાસે. ટોળામાં અમુક માણસો આવ્યા અને મને કહ્યું કે મારી લારી હટાવી દે. છોટેના કેરીના કાર્ટની પાસે કોઈ વ્યક્તિ ન જોતો અમુક લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો અને ત્યાં મૂકેલી કરીઓ લૂંટીને જતા રહ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યાંથી પસાર થતા લોકો કેરીઓને તેમની હેલમેટમાં લઈ જઈ રહ્યા હતા. તો અન્ય લોકો ફેરિયાને બૂમો પાડી રહ્યા હતા. આ ઘટનાને લીધે નાની ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ. જે વીડિયોમાં જોઈ શકાય છે.

છોટે કહે છે કે, તે ફૂટપાથ પર તેના 15 ક્રેટ્સ લઈને બેઠો હતો, એવામાં પાસેની સ્કૂલ પાસે ઝઘડો થવા લાગ્યો તો અમુક માણસોનું ટોળું મારી પાસે આવ્યા અને કહ્યું કે તમારે લારી હટાવવી પડશે. હું તે હટાવવા માટે ગયો તો મારા જે 15 કેરીના બાસ્કેટ હતા ત્યારે તેને જોનારું કોઈ હતું નહીં. એવામાં ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ ત્યાં કોઈ વ્યક્તિ ન હોવાને લીધે કેરીને લૂંટી લીધી. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેરી લૂંટી રહેલા લોકો અન્યોને પણ કહી રહ્યા છે કે, લઈ લો કેરી.. લઈ લો...

છોટે કહે છે કે, તેની પાસે કેરીના 15 ક્રેટ્સ હતા, જેમાં 13 હજાર રૂપિયાની કેરી હતી. જે બધી લોકો લૂંટીને જતા રહ્યા. ફેરિયો કહે છે કે, કોરોના વાયરસ લોકડાઉનને લીધે ધંધો ધીમો પડી ગયો છે, એવામાં આ જે ઘટના બની છે તેણે તેની કમર તોડી નાખી છે. છોટે કહે છે કે, તેણે પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ પણ કરી છે, પણ પોલીસે હજુ સુધી કોઈ એક્શન લીધું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp