તિહાર જેલમાં ગેંગસ્ટરે કહ્યું- મને iPod અને ઘરનું બનેલું મીટ જોઈએ

PC: hindustantimes.com

તિહાર જેલમાં કેદ એક ગેંગસ્ટરે iPod, ઘરે બનાવેલું ભોજન (ખાસ કરીને નોનવેજ) અને રેડિયોની ડિમાન્ડ કરી છે. ગેંગસ્ટરનું નામ નીરજ બવાના છે. તેણે જેલ અધિકારી સામે આ ડિમાન્ડ રજૂ કરી છે.

રિપોર્ટ અનુસાર, નીરજ બવાનાને અન્ય કેદીઓ કરતા અલગ રાખવામાં આવ્યો છે. જેને કારણે તે કંટાળો અનુભવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, ટાઈમ પાસ કરવા માટે તેને iPod અને રેડિયો આપવામાં આવે.

એપ્રિલ, 2015માં નીરજની ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલા તે દિલ્હીના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સની લિસ્ટમાં હતો. હાલ નીરજને તિહારની જેલ નંબર-2માં રાખવામાં આવ્યો છે, જ્યાંના સુપ્રિટેન્ડેન્ટ સુધી તેણે પોતાની ડિમાન્ડનું લિસ્ટ પહોંચાડી દીધુ છે.

જેના જવાબમાં સુપ્રિટેન્ડેન્ટે કહ્યું છે કે, જે-જે જેલ મેન્યુઅલમાં લખવામાં આવ્યું છે, માત્ર તે જ સુવિધાઓ તેને આપવામાં આવશે. રહી વાત ટાઈમપાસની તો તેની પાસે પહેલાથી જ ઈનહાઉસ રેડિયો સ્ટેશન છે. જાણકારી માટે જણાવી દઈએ કે, જેલનો પોતાનો કોમ્યુનિટી રેડિયો છે. નીરજને પહેલા સેલ નંબર 1માં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસને સુત્રો પાસેથી જાણવા મળ્યું કે, તે પોતાના કેટલાક ગ્રુપ મેમ્બર્સ સાથે સંપર્કમાં છે. આથી તેને જેલ નંબર-1માંથી જેલ નંબર-2માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

કોણ છે નીરજ બવાના?

નીરજ બવાનાનો આઈડલ દાઉદ ઈબ્રાહિમ છે. 18 વર્ષની ઉંમરમાં તેણે હરિયાણાના ભિવાનીમાં ચોરી કરી હતી. તિહાર જેલ જ નીરજ બવાના માટે ક્લાસરૂમ છે. અઙીં તે ફઝલ ઉર રહમાનને મળ્યો, જેને દાઉદનો નજીકનો માનવામાં આવતો હતો. બવાનાનું નામ ઘણા કોન્ટ્રાક્ટ કિલિંગમાં આવી ચુક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp