આ દિલ્હી છે બરોડાનું ગામ નથી, મહારાજને દિલ્હી હાઈકોર્ટે સંભળાવી દીધું

PC: dnaindia.com

દિલ્હી હાઈકોર્ટે બુધારે દિવંગત મહારાજા રંજીત સિંહની ન્યૂ દિલ્હી સ્થિતિ સંપત્તિને લઇ એક મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ દરમિયાન કડક ટિપ્પણી કરતા સંપત્તિ પર કબ્જાને લઇ રસપ્રદ વાત કહી છે. કોર્ટે કહ્યું કે આ દિલ્હી છે કોઈ વડોદરાનું ગામ નથી. કોર્ટે 7, સફદરજંગ લેન ન્યૂ દિલ્હી સ્થિતિ સંપત્તિના વિવાદ પર ચૂકાદો આપતા મહારાજાને જતા બેદખલીની નોટિસ ફટકારી છે. ચૂકાદો આપતા મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલે મહારાજા પર ખરી ખરી ટિપ્પણી કરી છે.

જાણકારી અનુસાર ન્યૂ દિલ્હી સ્થિત વિવાદિત સંપત્તિને મહારાજે સાડા સાત હજાર રૂપિયાના રેંટલ લીઝ પર ખરીદી હતી. કોર્ટે તેના પર ટિપ્પણી કરતા મહારાજાને કહ્યું કે આ દિલ્હી છે, વડોદરાનું કોઈ ગામ નથી. આ ઉપરાંત કોર્ટે મહારાજાને સંબંધિત ઓથોરિટીને દર મહિને 10 લાખ રૂપિયા આપવાનો આદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે મહારાજાએ આ રકમ સ્ટે એપ્લિકેશન કે લેટર્સ પેટન્ટ અપીલ પર અંતિમ ચૂકાદા થવા સુધી આપવાની રહેશે.

કહેવામાં આવ્યું છે કે, મહારાજાએ 7 હજાર 500 રૂપિયાનું મામૂલી રેંટલ લીઝ અમાઉન્ટ આપીને સંપત્તિ પર કબ્જો કર્યો હતો. સ્ટેની માગ કરનારા વકીલે કોર્ટની સામે લીઝની રકમની સંપૂર્ણ ચૂકવણીન દસ્તાવેજ પણ રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે રંજીત સિંહ ગાયકવાડનું વર્ષ 2012માં મોત થયું. તેમના નિધન પછી વર્ષ 2013માં 1988થી ચાલી રહેલા 25 વર્ષ જૂના સંપત્તિ વિવાદના કેસનો નિપટારો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp